ભરૂચના બે પોલીસ કર્મીઓ વચ્ચે શાબ્દિક બોલાબોલી બાદમાં મારામારી

0
348

ભરૂચ:

ભરૂચના  બી ડીવીઝન પોલીસ મથકમાં  બે પોલીસ કર્મચારીઓ વચ્ચે કોઈ વાતને  લઈને શાબ્દિક બોલાબોલી બાદ અચાનક થયેલ મારામારી અંગે ગુનો નોંધાયો છે. આ અંગે રાકેશ રામાભાઈ નામના પોલીસ કર્મચારી ની પોલીસ ફરિયાદ મુજબ તેઓ વાલિયા પોલીસ મથક ખાતેથી વર્દી લઈને આવ્યા હતા. દરમિયાન જિલ્લા હેડકવાર્ટર ખાતે આવતા જ પોલીસ કર્મચારી મનહરસિંહ વનરાજસિંહે કોઈ વાતને લઈને ગુસ્સામાં રાકેશ રામા સાથે ગાળાગાળી કરી અને લાકડીના સપાટા વડે રાકેશ રામા નાં માથા ના ભાગે મનહરસિંહે લાકડીના સપાટા મારી ગંભીર ઈજા પહોંચાડી  હતી,  જોકે વધુ સારવાર અર્થે રાકેશ રામાને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ છે. આ અંગે બી ડીવીઝન પોલીસ બનાવની વધુ તપાસ હાથ ધરી  છે. ચાલુ ફરજ પર આવી રીતે કાયદાની મર્યાદા તોડવા બદલ પોલીસ તંત્ર શું શિક્ષાત્મક પગલા લે છે તે તો આવનાર સમયે જ ખબર પડશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY