ભારતદેશના ૬૯માં ગણતંત્રદિને પણ શું આપણે રાષ્ટ્રધ્વજ ને સલામી આપવાના હકદાર છીએ?

0
166

તંત્રી લેખ:

આજે શુ આપણે ખરેખર આઝાદી ભોગવવાના હકદાર છીએ?

ભરૂચ:

ભારતદેશ ભલે ૧૯૪૭માં આઝાદ થયો હોય પરંતુ ભારતીયોની માનસિકતા હજી પણ આઝાદ થઈ નથી. સત્તાના લાલચુ એવા ઘણાખરા રાજકારાણીઓ દ્વારા હજુ પણ આમ જનતાને અંગ્રેજોની જેમ ગુલામ બનાવી રાખવાની ટેવ જતી નથી અને જાણે લોહીમાં ગુલામી વશી ગઈ હોય એમ ભારતદેશની જનતામાં પણ ટેવ બદલાતી નથી. એક સમયે નાતજાતના વાડા, હિન્દૂ-મુસ્લિમ અને અન્ય જ્ઞાતિ ધર્મો વચ્ચેનો રહેલ સમભાવ એકતા અને  સૌહ્ર્દપૂર્ણ વાતાવરણ જેને પરિણામે અંગ્રેજોએ આ દેશ છોડવો પડ્યો હતો. અને હાલ દેશમાં શિક્ષણનો વ્યાપ ભલે વધયો પણ ગુણવત્તા મરી પરવાળી છે, આજે શિક્ષણ મોંઘુ થતા શિક્ષિતો પોતાના પર થયેલ ખર્ચની જાણે તાત્કાલ વસૂલી કરવા તત્પર બનતા સ્વાર્થની ભાવના ચરમસીમાએ પહોંચી છે કઈક અંશે એક બીજાને જોઈને વિદેશની ઘેલછાએ ઉચ્ચ અભ્યાસ કરનારાઓમાં દેશ સેવા કે પરમાર્થને બદલે યુવાનોને વિદેશપ્રેમી બનાવી દીધા છે , એવીજ આ દેશમાં સ્વાસ્થ્યની પણ પરિસ્થિતિ છે દેશના યુવા ડોકટરો સરકારી દવાખાને સેવા આપવાને બદલે પોતાની દુકાન ખોલવા તત્પર થયા છે ત્યારે આ દેશ બીમારીના બિછાને પડ્યો છે, દેશના યુવાનોમાં દેશદાઝ ફ્ક્ત દેખાડે ચઢ્યો હોય તેમ માત્ર બે-ચાર દિવસે રાષ્ટ્ર ભકિતીના ગીતો, પરેડ કરી સલામી આપવાને દેશદાઝ કહેવાય છે. પણ દેશના સૈન્યને ઉર્જા પુરી પડે તેવા વાતાવરણનું નિર્માણ થાય, યુવાનો સૈન્યમા જોડાવા તત્પર બને તેવી ઈચ્છા શક્તિને જન્મ આપે તેવું વાતાવરણ ઉભુ થાય ત્યારે જ દેશ એક મજબૂત રાષ્ટ્ર બને. ધંધા-રોજગાર અને ખેતીમાં નાના નાગરિકનો વિકાસ એકબીજાની સહકારી ભાવનાએ થાય ત્યારે જ ભારતમાતાને ગૌરવ અને વૈભવના શિખરે લઇ જવાશે. માત્ર ભાષણબાજી કરનાર સ્વાર્થી નેતાઓથી આ દેશને આઝાદ કરવા ખરેખર રાષ્ટ્રભવનાને જગાડવાનું કામ આયોજિત રીતે શિક્ષણ આપીને જ ચરિતાર્થ કરાશે,  આજના યુવાન પાસે રહેલી અપાર શક્તિને આ રાજકારણીઓ પાળખી શક્યા નથી. આજનો યુવાન એક સ્વામિ વિવેકાનંદ પણ બનવાની શક્તિ રાખે છે.

દેશને બદલવાના દિવાસ્વાપનો યુવાનોને બતાવી તકસાધુને વનસવાદી રાજકારણીને બદલે આ દેશનાં યુવાનોને દેશનું સુકાન સોંપવું રહ્યું. વંદે માતરમ, ભારતમાતા કી જય..-ધનંજય ઝવેરી.  .www.jungegujarat.in

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY