શ્રીલંકાની બૅટિંગ ચિંતા કરાવે છે : જયવર્દને

0
12

કાર્ડિફ,તા.૬
ભૂતપૂર્વ કેપ્ટન માહેલા જયવર્દનેને વર્લ્ડ કપમાં શ્રીલંકાની બૅટિંગની ચિંતા છે અને તેણે કહ્યું હતું કે ૧૯૯૬ની સ્પર્ધાની વિજેતા ટીમે પોતાના બાલરોને છૂટ આપવાને બૅટિંગમાં સારો દેખાવ કરવાનો રહે છે.
શ્રીલંકાની ટીમ વર્તમાન વર્લ્ડ કપમાં તેની પહેલી મેચમાં ન્યૂ ઝીલેન્ડ સામે ૧૩૬ રનમાં આઉટ થઈ ગઈ હતી અને અફઘાનિસ્તાન વિરુદ્ધની બીજી મેચમાં ૨૧.૧ ઓવરમાં એક વિકેટે ૧૪૪ રનના આંકેથી તેનો ધબડકો થતા ૫૭ રનમાં નવ વિકેટ ગુમાવી દેવામાં દાવ ૩૬.૫ ઓવરમાં ૨૦૧ રનના જુમલામાં સમાપ્ત થઈ ગયો હતો.
વરસાદના અવરોધભરી બીજી મેચ શ્રીલંકાએ ૩૪ રનથી જીતવા છતાં જયવર્દનેએ કહ્યું હતું કે ઉપરાઉપરી વિકેટ પડતી જાવાનું નિરાશાજનક હતું. શ્રીલંકા હવે પાકિસ્તાન સામે શુક્રવારે બ્રિસ્ટોલમાં રમનાર છે. જયવર્દનેએ કહ્યું હતું કે શ્રીલંકાના બેટ્‌સમેનોએ આત્મવિશ્ર્વાસ ગુમાવી દીધો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY