પંચકોશી પરિક્રમામાં આજથી ભક્તોનું ઘોડાપુર, યોગ્ય સુવિધા આપવામાં તંત્ર નિષ્ફળ

0
279

રાજપીપળા,તા.૫
ભારતમાં માત્ર એક જ એવી નદી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે. ચૈત્ર માસમાં પરિક્રમા કરવાનો અનેરો મહિમા છે, જેને કારણે દેશભરમાંથી લાખ્ખોની સંખ્યામાં લોકો પરિક્રમા કરવા આવે છે. આજે ૬ એપ્રિલથી પરિક્રમાની શરૂઆત થશે. પ્રથમ દિવસથી પરિક્રમા વાસીઓની ભીડ જાવા મળશે, ત્યારે તંત્ર દ્વારા કોઈ પગલાં ભરાયા નથી. આ પવિત્ર પરિક્રમા અંગે તંત્ર હજુ પણ ઉદાસીન છે, ત્યારે ગત વર્ષની જેમ ભક્તોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
ચૈત્ર મહિનાની સરૂઆત સાથે પુણ્ય સલીલામાં નર્મદાની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ થાય છે. ૨૧ દિવસ ચાલનારી આ પરિક્રમામાં રોજ હજારો ભક્તો આ પરિક્રમા કરશે. નર્મદામાં ઉત્તર દિશા તરફ વહેતી પુણ્ય સલીલામાં નર્મદાનું અનેરું મહાત્મ્ય છે. નર્મદા દર્શનથી પાપ નાશ થઇ જય છે, તેવો મહિમાં છે, ત્યારે નર્મદા નદીની પરિક્રમાનું પણ વિશેષ મહત્વ છે. આ મહાત્મ્ય જાણી મોટી સંખ્યામાં ભક્તો આ પરિક્રમા કરે છે, રામપુરા ખાતેથી સરૂઆત થાય છે. અને જ્યાં અનેક રજૂઆત છતાં ઘાટ બનાવતો નથી અને જેનો ૧૬ કિ.મી.નો માર્ગ હોય જે વ્યવસ્થિત બનાવવા અને વિસામો અને પાણીની વ્યવસ્થા કરવી જાઈએ એવી ભક્તો અને સંતોની માંગ છે.
ગત વર્ષે પરિક્રમા દરમિયાન નર્મદા નદીના કાંઠાની કેટલીક જગ્યાઓ પર પડાપડી-ધક્કામુક્કીના દ્રશ્યો પણ સર્જાયા હતા. સતત ૪-૫ કલાક સુધી સામે પાર જવા નાવડીની રાહ જોઈને ઉભા પરિક્રમવાસીઓ ૪૧ ડિગ્રી તાપમાનમાં પરેશાન થઇ ગયા હતા. ત્યારે તંત્ર કોઇ પણ પ્રકારની કાળજી આ પરિક્રમા માટે લેતુ નથી, જેથી વારંવાર સંતો દ્વારા રજૂઆઓ કરી પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY