રાજવી પરિવારની વાડીમાંથી ટપક સિંચાઇ પાઇપ લાઇનની ચોરી

0
6

જામનગર,તા.૬
જામજાધપુર તાલુકાના સડોદર ગામે સીમ વિસ્તારમાં આવેલી રાજવી પરિવારની વાડીમાંથી ચોરીની ઘટના સામે આવી છે. જામ રાજવી પરિવારના શત્રુશૈલ્યસિંહ જાડેજાની ફુલવાડી તરીકે ઓળખાતી વાડીમાં ગત તા.૪થી ની રાત્રીથી સવારના સમય સુધીના ગાળા દરમ્યાન કોઇ અજાણ્યા તસ્કરો અંદર પ્રવેશ્યા હતાં. ખેતીની જમીનમાં તથા દરવાજા વગરની ખુલી ઓરડીમાં રાખવામાં આવેલ ટપક પધ્ધતિ સિંચાઇ પાઇપ લાઇનના ૧૭ બંડલની ચોરી કરી તસ્કરો પરત નાશી ગયા હતાં. આશરે ૭૫૦૦ મીટરની લંબાઇ ધરાવતી અને રૂપિયા ત્રીસ હજારની કિંમતની ટપક પધ્ધતિની પાઇપ લાઇનની ચોરી થઇ જતાં પોરબંદર જિલ્લાના વડાળા રાણા ગામે અજય બાબુભાઇ મોઢવાડીયાએ શેઠ વડાળા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા શખ્સો સામે આઇપીસી કલમ ૪૫૭, ૩૭૯, ૪૪૭ મુજબ ફરિયાદ નોંધી અજાણ્યા તસ્કરોની ભાણ મેળવવા તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, જામ રાજવી પરિવારના જામનગરમાં આવેલા શત્રુશૈલ્યસિંહજી હસ્તકના મહેલમાં સાતેક વર્ષ પુર્વે અતિ કિંમતી એન્ટીક ચીજ-વસ્તુઓની ચોરી થઇ હતી જા કે, જે-તે સમયે આ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY