
આ કોઝ-વેની ભયજનક સપાટી ૬ મીટર છે
સુરત,તા.૧૮
રાંદેર અને કતારગામને જોડતા કોઝવે તેની ભયજનક સપાટી વટાવી જતા શનિવારે સવારથી વાહન ચાલકો માટે પાલિકાએ બંધ કરવાની જાહેરાત કરી છે. ઉપરવાસ અને શહેરમાં વરસી રહેલા વરસાદના પગલે કોઝવેની સપાટી વધી હોવાનું જાણવા મળ્યું છે.
દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદને કારણે તાપીમાં પાણીની આવક વધી ગઇ છે. જેને લઇને કોઝવેની સપાટી ૬.૦૬ મીટર સુધી પહોંચી ગઇ છે. કોઝવેની ભયજનક સપાટીનું લેવલ ૬.૦૦ છે. ભયજનક સપાટી વધવાને કારણે સુરત મહાનગર પાલિકાએ શનિવારે સવારથી કોઝવે વાહન ચાલકો માટે બંધ કરી દીધો છે. જેથી કતારગામ અને રાંદેર વચ્ચે વાહન વ્યવહાર કરનારા વાહનચાલકોને લાંબો ફેરાવો થશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




