રાષ્ટ્રધ્વજ ફરકાવી સૂર્યાસ્ત પહેલા ન ઉતારતા સુરત અગ્રવાલ સમિતિના સેક્રેટરીની ધરપકડ

0
12

સુરત,તા.૧૮
ન્યુ સીટી લાઈટ રોડ પર વીઆઈપી હાઈસ્ટ્રીટસ શોપીંગ સેન્ટરમાં અગ્રવાલ સમિતિના દ્રારા ૧૫મી ઓગષ્ટના સ્વાતંત્ર્યદિને ધ્વજવંદનનો કાર્યકમ રાખવામાં આવ્યો હતો. જો કે સૂર્યાસ્ત પછી રાષ્ટ્રધ્વજ ન ઉતારી રાષ્ટ્રધ્વજની ગરિમા નહિ જાળવી હતી. જેને લઈને ઉમરા પોલીસે અગ્રવાલ સમિતિના સેક્રેટરીની ધરપકડ કરી હતી.
અગ્રવાલ સમિતિની ન્યુ સીટીલાઈટ રોડ પર વીઆઈપી હાઈસ્ટ્રીટસ શોપીંગ સેન્ટરમાં ઓફિસ આવેલી છે. જેના કારણે તેઓએ ૧૫મી ઓગષ્ટના સ્વાતંત્ર્યદિને નિમિતે ધ્વજવદંનનો કાર્યકમ શોપીંગ સેન્ટરમાં જ રાખ્યો હતો. ૧૫મી તારીખે સવારે અગ્રવાલ સમિતિના લોકોએ સવારે રાષ્ટ્રધ્વજ ફરકાવી ચાલી ગયા હતા. બાદમાં સૂર્યાસ્ત પહેલા રાષ્ટ્રધ્વજ ઉતારી લેવાનો નિયમ હોય છે છતાં તેઓએ રાષ્ટ્રધ્વજ ઉતાર્યો ન હતો. જેને લઈને પોલીસ કંટોલરૂમને ૧૫મી તારીખે મોડીસાંજે કોલ મળતા ઉમરા પોલીસનો સ્ટાફ શોપીંગ સેન્ટરમાં પહોંચી ગયો હતો. રાષ્ટ્રધ્વજને અપમાનિત કરતા ઉમરા પોલીસે અગ્રવાલ સમિતિના સેક્રેટરી રામકરણ મંધરાજ અગ્રવાલ સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY