સીબીઆઈ વિવાદ પર મોદી સરકાર ભીંસમાં,રાહુલના આક્રમક પ્રહારો રાફેલ ડિલને રફેદફે કરવા મોદીએ સીબીઆઈ ડાયરેક્ટર વર્માને હટાવ્યા : રાહુલ ગાંધી

0
31

અનિલ અંબાણીને લાભ કરાવવા પીએમ મોદીએ રાફેલ ડીલ તેમના ગજવામાં ભેટ ધરીઃ રાહુલ
ઝાલાવાડ,તા.૨૪
રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીના પ્રચાર અભિયાનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજ્યના મુખ્યપ્રધાન વસુંધરા રાજેના ગઢ ઝાલાવાડમાં જાહેરસભાને સંબોધી છે. રાહુલ ગાંધીએ સીબીઆઈ વિવાદ પર ટીપ્પણી કરી છે અને તેને રફાલ ડીલ સાથે જાડીને મોદી સરકારની આકરી ટીકા કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે રાફલ મામલે સવાલ ઉઠાવવાને કારણે સીબીઆઈના ડાયરેક્ટરને હટાવવામાં આવ્યા છે. ગઈકાલે રાત્રે ચોકીદારે સીબીઆઈના ડાયરેક્ટરને હટાવી દીધા છે.
રાહુલ ગાંધીએ કહ્યું છે કે વડાપ્રધાન મોદી લાલકિલ્લા પર ઉભા રહીને કહે છે કે તેમના વડાપ્રધાન બનતા પહેલા હાથી સુઈ રહ્યો હતો. તેમની માનસિકતાને જાવો.. તેમના આવતા પહેલા હાથી સુઈ રહ્યો હતો.. હિંદુસ્તાન સુઈ રહ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું છે કે વડાપ્રધાન મોદીનું આવું નિવેદન દેશના દરેક નાગરીકનું અપમાન કરે છે અને દરેક પર સવાલ પણ ઉઠાવે છે. આવી ટીપ્પણી શરમજનક છે.
કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપો લગાવતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે સરકારે ૩૫ હજાર કરોડવાળી મનરેગાને બંધ કરી દીધી.. રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુંધરા રાજે પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ લલિત મોદીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું છે કે આ સરકાર માત્ર ઉદ્યોગપતિઓની સરકાર છે.
રાહુલ ગાંધીએ વધુમાં લખ્યું કે, “મોદીજીએ લાલ કિલ્લા પર ઊભાં રહીને કહ્યું કે હું વડાપ્રધાન બન્યો તે પહેલાં હાથી સૂઈ રહ્યો હતો. એટલે કે તેમના વિચારો જુઓ મારા આવ્યાં પહેલાં હાથી સૂતો હતો, હિંદુસ્તાન સૂઈ રહ્યું હતું. મોદીજીનું આ નિવેદન દેશના દરેક નાગરિકનું અપમાન કરે છે અને દરેક લોકો પર સવાલ ઉઠાવે છે. આ શરમજનક વાત છે.”

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY