સીબીઆઈના નવા ડાયરેક્ટર નાગેશ્વરરાવ નીતિગત નિર્ણય નહિ લઈ શકે,હવે પછીની સુનાવણી ૧૨ નવેમ્બરે સીબીઆઈ સંગ્રામ : સુપ્રિમનો આદેશ,સીવીસી બે સપ્તાહમાં તપાસ પૂરી કરે

0
14

સુપ્રિમે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી,નાગેશ્વર રાવે અત્યાર સુધી લીધેલા નિર્ણયોને સીલબંધ કવરમાં રજૂ કરો
ન્યુ દિલ્હી,તા.૨૬
સીબીઆઈમાં ચાલી રહેલા ધમાસાણના મામલે સુપ્રીમ કોર્ટે ફોર્સ લીવ પર ઉતારવામાં આવેલા તપાસ એજન્સીના નિદેશક આલોક વર્માની અરજી પર ચુકાદો ફરમાવ્યો છે. સુપ્રીમ કોર્ટે તાજેતરના વિવાદ પર કેન્દ્ર સરકારને નોટિસ મોકલતા કહ્યું છે કે સીવીસી આલોક વર્મા વિરુદ્ધ બે સપ્તાહમાં તપાસ પૂર્ણ કરે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટના એક સેવાનિવૃત્ત ન્યાયાધીશ એ. કે. પટનાયકના નિરીક્ષણ હેઠળ સીવીસી આખા મામલાની તપાસ કરશે.
એક્ટિંગ સીબીઆઈ ચીફ નાગેશ્વર રાવ પર પણ મોટો નિર્દેશ આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તેઓ પોતાની કામગીરી દરમિયાન કોઈ મોટો કે નીતિગત નિર્ણય લેશે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે નાગેશ્વર રાવે અત્યાર સુધીમાં લીધેલા નિર્ણયોને સીલબંધ કવરમાં રજૂ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે એક્ટિંગ ડાયરેક્ટર નાગેશ્વરરાવ માત્ર નિયમિત કામકાજ જાશે. હવે આ મામલે સુપ્રીમ કોર્ટ બારમી નવેમ્બરે સુનાવણી હાથ ધરશે. સુપ્રીમ કોર્ટમાં આલોક વર્મા તરફથી રજૂ થયેલા વરિષ્ઠ એડવોકેટ ફલી એસ. નરીમને પોતાની દલીલમાં વિનિત નારાયણ કેસના ચુકાદાને ટાંકીને સીબીઆઈના ડાયરેક્ટરનો કાર્યકાળ બે વર્ષનો હોવા બાબતે દલીલ રજૂ કરી હતી.
તેના સંદર્ભે સુપ્રીમ કોર્ટે કહ્યું હતુ કે તેઓ આ મામલાને જાશે. આલોક વર્મા તરફથી નરીમને સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે આ મામલામાં દિલ્હી સ્પેશયલ પોલીસ એસ્ટાબ્લિશ્મેન્ટ એક્ટ લાગુ થવો જાઈએ. આ મામલે સુપ્રીમ કોર્ટે પહેલા સીવીસીને દશ દિવસમાં તપાસ પૂર્ણ કરવા માટે જમાવ્યું હતું. સુપ્રીમ કોર્ટમાં સીવીસી તરફથી રજૂ થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ત્રણ સપ્તાહનો સમય માંગ્યો હતો. જા કે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દેશહિતમાં આ મામલાને વધુ લાંબો ખેંચી શકાય નહીં. તેના આધારે સુપ્રીમ કોર્ટે સીવીસીને સુપ્રીમ કોર્ટના સેવાનિવૃત્ત ન્યાયાધીશના નિરીક્ષણમાં તપાસ પૂર્ણ કરવા માટે બે સપ્તાહનો સમય આપ્યો હતો. સીબીઆઈના વિશેષ નિદેશક રાકેશ અસ્થાના તરફથી રજૂ થયેલા ભૂતપૂર્વ અટોર્ની જનરલ મુકુલ રોહતગીએ કહ્યું હતુ કે તેમની અરજીને પણ સાંભળવામાં આવે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તેમની અરજી સુનાવણી માટે આજે યાદીબદ્ધ કરાઈ નથી. તેના પર બાદમાં સુનાવણી કરવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે, સુપ્રીમ કોર્ટ સામે પોતાની અરજીમાં વર્માએ દલીલ કરી છે કે, સીબીઆઈ નિર્દેશકની નિયુક્ત કરનાર કમિટીમાં વડાપ્રધાન, મુખ્ય ન્યાયાધીશ અને નેતા વિપક્ષ સામેલ રહે છે. સીબીઆઈ નિર્દેશકની નિયુંક્તિ ૨ વર્ષ માટે કરવામા આવે છે અને કાર્યકાળ દરમિયાન વગર આ કમિટીની પરવાનગી વગર હટાવવામા અથવા બદલી કરી શકાય નહી.
જ્યારે પોતાની અરજીમાં વર્માએ તે પણ દાવો કર્યો છે કે, તેમને પદથી ખોટી રીતે હટાવ્યા બાદ કામચલાઉ નિર્દેશકે સીબીઆઈ સાથે જાડાયેલા કેટલાક મોટા મામલાઓના અધિકારીઓની બદલી કરવાનો નિર્ણય લીધો છે. વર્માએ આશંકા વ્યક્ત કરી છે કે, આવા નિર્ણયથી તપાસ પ્રભાવિત થઈ શકે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY