ટાક્યો,તા.૫
જાપાનમાં જેબી વાવાઝોડાંએ ભારે વિનાશ સર્જ્યો છે. આ જાપાનમાં છેલ્લાં ૨૫ વર્ષોમાં આવેલું સૌથી શÂક્તશાળી વાવાઝોડું છે. મંગળવારે અત્યાર સુધી મૃતકોની સંખ્યા ૧૦ થઇ છે. ૧૨ લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કંસાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટના રન-વે પર પાણી ભરાયા બાદ અહીં તમામ ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે. વળી, એરપોર્ટને જાડતો પૂલ તૂટવાના કારણે અહીં અંદાજિત ૩૦૦૦ યાત્રીઓ ફસાયા છે.
સૌથી પહેલાં વાવાઝોડું શુકોકુ અને ત્યારબાદ કોબે પછી હોન્શુ શહેર પહોંચ્યું. આ વાવાઝોડાંથી રોડ, ટ્રેન અને ત્રણેય ટ્રાફિક વ્યવસ્થા પ્રભાવિત થઇ છે. દેશમાં અંદાજિત ૮૦૦થી વધુ ફ્લાઇટ્સને મંગળવારે રદ કરવી પડી. ૨૦ પ્રાંતોમાં ૧૬ હજાર લોકોએ મંગળવારની રાત રાહત શિબિરોમાં પસાર કરી છે.
કંસાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવે પર પાણી ભરાવાના કારણે તમામ ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે. કંસાઇમાં ભારે પવનના કારણે મકાનોની છતો ઉડી ગઇ છે. પૂલો પર ઉભેલા ટ્રક પલટી ખાઇ ગયા છે.
ઓસાકા ખાડીમાં કંસાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટને જાડતો પૂલ સાથે એક ૨,૫૯૧ ટન વજનના ટેન્કર ટકરાવાના કારણે પૂલને નુકસાન પહોંચ્યું છે. આનાથી કંસાઇ એરપોર્ટ મુખ્ય દ્વિપથી સંપર્ક તૂટી ગયો છે.
અધિકારીઓએ જણાવ્યું કે, અહીં ફસાયેલા યાત્રીઓને નૌકા અને બસોની મદદથી નજીકના કોબે એરપોર્ટ લઇ જવામાં આવશે. અહીંથી દરરોજ ૪૦૦ ફ્લાઇટ ટેક ઓફ થાય છે. કંસાઇ એરપોર્ટના રનવે પર પાણી ભરાઇ જવાના કારણે ૭૦૦ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




