મુઝફ્ફરપુર,તા.૨૬
બિહારના મુઝ્ફફરપુર શેલ્ટર હોમમાં ૨૯ બાળકીઓ સાથે રેપના મામલાએ આખા રાજ્યમાં ઉથલ પાથલ મચાવી દીધી છે. ચારે બાજુથી વિરોધ અને ટીકાઓ વચ્ચે ઘેરાયેલી નીતીશકુમારની સરકાકરે આખરે આ મામલાની સીબીઆઈ તપાસ કરાવવાની ભલામણ કરી દીધી છે. જાકે વિરોધ પક્ષ એ પછી પણ સંતુષ્ટ નથી.
નીતીશ કુમારે કહ્યુ હતું કે આ ધૃણાસ્પદ ઘટનાની તપાસ પોલીસ દ્વારા નિષ્પક્ષ રીતે કરવામાં આવી રહી છે પણ વિરોધીઓ દ્વારા ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. જેના કારણે સરકારે સીબીઆઈ તપાસની ભલામણ કરી છે.
દરમિયાન વિપક્ષી પાર્ટીના તેજસ્વી યાદવ સહિતના નેતાઓએ આ શેલ્ટર હોમની તેમજ સ્થાનિક લોકોની મુલાકાત લઈને જાણકારી મેળવી હતી.તેજસ્વી યાદવે કહ્યુ હતું કે સરકાર આરોપીઓને બચાવવા માટે મહેનત કરી રહી છે.
તપાસ અધિકારીઓ પર દબાણ લાવવામાં આવી રમા મામલાના મુખ્ય આરોપી બ્રિજેશ ઠાકુરને કેમ પોલીસે રિમાન્ડ પર લેવાની કોશિશ હજી સુધી કરી નથી. ઠાકુરના એક વર્ષના ફોન કોલની ડિટેલ જાહેર કરવામાં આવે, જેનાથી બાળકીઓ પર અત્યાચાર કરનારાઓના ચહેરા બેનકાબ થાય.
મુંબઈની ટાટા ઈન્સ્ટિટ્યુટ ઓફ સોશિયલ સાયન્સ દ્વારા શેલ્ટર હોમની ઓડિટ રિપોર્ટમાં બાળકીઓના શોષણનો ઉલ્લેખ ત્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. એ પછી મેડિકલ તપાસમાં ૨૯ યુવતીઓ સાથે રેપ થયાની વાતને સમર્થન મળ્યુ હતુ. આ મામલામાં ૧૦ લોકોને અત્યાર સુધી પોલીસે પકડ્યા છે.
દરમિયાન પકડાયેલા પૈકી એક બાળ સુરક્ષા અધિકારી રવિ રૌશનની પત્નીએ સનસનીખેજ આરોપ લગાવીન બિહારના સમાજ કલ્યાણ મંત્રી મંજુ વર્માના પતિ પર આરોપ લગાવીને કહ્યુ છે કે તેમની અવર જવર શેલ્ટર હોમમાં હતી અને તેમની ભૂમિકા શંકાસ્પદ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



