ભારત સરકાર દ્વારા તાજેતરમાં સર્જીકલ સ્ટ્રાઈકનાં બે વર્ષ પુરા થવા પર પરાક્રમ પર્વ ઉજવવામાં આવ્યું. એ જ સમય દરમ્યાન પાકિસ્તાનનું એક હેલીકોપ્ટર કાશ્મિરમાં ભારતની સરહદની અંદર ઘુસી આવ્યું. મીડિયા રિપોર્ટમાં કોઈ તે ૧૦ કીમી અંદર ઘુસી આવ્યું બતાવે છે તો કોઈ તેણે ૭૦ કીમી અંદર ઘુસી આવ્યાનું બતાવે છે. એક બાબત તો નક્કી જ છે કે દુશ્મન દેશનું હેલીકોપ્ટર ભારતની સીમાની અંદર એક મીટર પણ અંદર આવી ન શકે. બંને દેશોની હવાઈ સીમા પણ નક્કી કરેલી છે. બની શકે છે કે પાકિસ્તાનના હેલીકોપ્ટરે હવાઈ સીમાનો ભંગ કર્યો અને ભારતની સીમાની અંદર ઘુસી આવ્યું ત્યારે સરહદ પર ગોઠવાયેલા ભારતના જવાનોએ નીચેથી હેલીકોપ્ટર પર ગોળીઓ છોડી, ભારતીય સેનાના ગોળીબારને કારણે તે પોતાની સીમામાં ચાલ્યું ગયું. માની લો કે ભારતનું હેલીકોપ્ટર પાકિસ્તાન સીમા અંદર ૭૦૦ મીટર સુધી ઘુસી ગયું હોત તો તે સહીસલામત પાછું આવી શક્્યું હોટ..?? દુશ્મન દેશના રેન્જર ભારતના જવાન નરેંદર સિંહને ભારતની સરહદની અંદર આવીને ઉઠાવી જઈ તેને તડપાવી તડપાવીને હત્યા કરી શકે છે. તો શું ભારતના હેલીકોપ્ટરનું બે હાથ જાડીને સ્વાગત કરશે..??
ભારતની હવાઈ સીમાની સુરક્ષાની જવાબદારી ભારતીય એરફોર્સની છે. ભારતનાં લડાયક જેટ વિમાન સતત આકાશમાં ઉડતા રહીને હવાઈ પહેરો ભારે છે જ્યારે પાકિસ્તાનનું હેલીકોપ્ટર ભારતની સીમાની અંદર ૭૦૦ મીટર સુધી ઉડી રહ્યુ હતું ત્યારે આપણા તે વિસ્તારના લડાયક વિમાનને તેની ખબર પડી જ હશે. કેમ કે ત્યાના રડારમાં પાકિસ્તાનના આ હેલીકોપ્ટરને જાવામાં આવ્યું જ હશે અને કદાચ રડારમાં તેની ખબર ન પડી હોય તો ભારત માટે એ કોઈ ખતરાથી ખાલી નથી. ભારતના જવાનો નીચેથી ઉપરને તરફ ગોળીબાર કરી રહ્યા હતા પરંતુ ઉપર આકાશમાં તે સમયે ભારતના લડાયક જેટને તેનો પીછો કરવા માટે યા તેણે મારી પાડવા માટે આદેશ કેમ ન આપવામાં આવ્યા..?? પાકિસ્તાનના આ હેલીકોપ્ટરે ભારતની સીમામાં બોમ્બ નાખ્યા હોટ તો..?? એવામાં દરેક સંભાવના હોઈ શકે છે કેમ કે તે દુશ્મન દેશનું હતું અને ભારતને હાય-હેલ્લો કહેવા આવ્યું ન હતું.
રક્ષામંત્રી નિર્મલા સિતારમણે ઘુસણખોર હેલીકોપ્ટરને લઈને પાકિસ્તાનને ફરી એકવાર ચેતવણી આપી છે. તેમણે કહ્યુ છે કે દરેકવાર પાકિસ્તાન તરફથી સીઝફાયર તોડવામાં આવશે. તો અમે તેનો જડબાતોડ જવાબ આપીશું. તેણે ખદેડી દેવાશે. તેણે ખતમ કરી દેશું. પરંતુ જ્યારે ખતમ કરવાનો ખરેખર જડબાતોડ આકારો જવાબ આપવાની તક આવી ત્યારે તે દુશ્મન દેશના હેલીકોપ્ટરને લડાયક વિમાન દ્વારા ખતમ કેમ કરવામાં ન આવ્યું..?? રક્ષામંત્રી કોઈ જુના અધિકારીને પૂછે કે અટલજીની સરકાર સમયે ગુજરાતની કચ્છ બોર્ડરમાં પાકિસ્તાનનું એક યુદ્ધ વિમાન આવી જ રીતે ઘુસી આવ્યું ત્યારે તેને તાત્કાલિક તોડી પડાયુ હતું. તેનો હારમાળ ભારતની સીમા અંદર પડ્યો હતો. જે આ વાતનો પુરાવો હતો કે તેણે હવાઈ સીમાનો ભંગ કર્યો હતો. અહી તો દુશ્મન દેશનું હેલીકોપ્ટર ૧૦ કીમી સુધી ભારતની અંદર આવે છે અને ભારતના લડાકુ વિમાનને તેણે ઉડાવી દેવાનો કોઈ આદેશ મળતો નથી. ફક્ત ચેતવણી આપવામાં આવે છે કે ખબરદાર હવે પછી બીજીવાર અહી નજરમાં આવ્યું તો મારાથી ખરાબ કોઈ નહિ હોય..!! ચાલી જા પરત ચાલી જા..!
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




