શ્રીલંકાને ૧૧૩ રનથી હરાવી દક્ષિણ આફ્રિકા ૨-૦થી આગળ

0
8

ડી કોક ૩ રન માટે સદી ચૂક્યો, ફાફ ડુ પ્લેસીસનાં પણ ૫૭ રન
શ્રીલંકાની ટીમ ૩૨.૨ ઓવરમાં ૧૩૮ રનમાં ઓલઆઉટ
સેન્ચુરિયન,તા.૭
દક્ષિણ આફ્રિકાએ સેન્ચુરીયન ખાતેની બીજી વનડેમાં શ્રીલંકાને ૧૧૩ રને હરાવ્યું છે. દક્ષિણ આફ્રિકા ૪૫.૧ ઓવરમાં ૨૫૧ રન કરીને ઓલઆઉટ થયું હતું. તેમના માટે ક્વિન્ટન ડી કોકે સર્વાધિક ૯૭ રન કર્યા હતા. તેના સિવાય કેપ્ટ્‌ન ફાફ ડુ પ્લેસીસે પણ ૫૭ રનનું યોગદાન આપ્યું હતું.
શ્રીલંકા માટે થિસારા પરેરાએ ૩ વિકેટ જયારે લસિથ મલિંગા અને ધનંજય ડી સિલ્વાએ ૨-૨ વિકેટ લીધી હતી. જવાબમાં શ્રીલંકાની ટીમ ૩૨.૨ ઓવરમાં ૧૩૮ રનમાં ઓલઆઉટ થયું હતું. દક્ષિણ આફ્રિકા માટે કગીસા રબાડાએ ૩ વિકેટ, જયારે લૂંગી ગીડી, એનરીચ નોર્ટજે અને ઇમરાન તાહિરે ૨-૨ વિકેટ લીધી હતી. દક્ષિણ આફ્રિકા ૫ મેચની સીરિઝમાં ૨-૦થી આગળ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY