જામનગર,તા.૭
લોકસભા પૂર્વે હાલ રાજ્યભરમાં રાજકીય રંગ ધીરે ધીરે પ્રબળ થઇ રહ્યો છે. ભાજપ-કોંગ્રેસ દ્વારા ચુંટણી પૂર્વેની રાજકીય ગતિવિધિઓ તેજ કરી દીધી છે. હાલ કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં ભળતા હોવાની અટકળો વહેતી થઇ છે. આ રાજકીય સખળડખળને લઈને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના ધારાસભ્યોનો ભાજપ તરફના ઝુકાવને લઈને કેન્દ્ર સરકારના મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ મહત્વનું નિવેદન આપ્યું હતું.
જામનગરમાં એક ખાનગી સંસ્થાના આરોગ્ય સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ જાણાવ્યું હતું કે કોંગ્રેસના આગેવાનો શા માટે પાર્ટી છોડી રહ્યા છે ? એ કોંગ્રેસે વિચારવું જોઈએ. જો કે રાજનીતિમાં આવી બાબતો ચાલતી જ રહી છે એમ પણ ઉમેર્યું છે.
મહત્વનું છે કે થોડા સમય અગાઉ કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા કુંવરજી બાવળીયા ભાજપમાં જાડાયા હતા. ત્યારબાદ હવે અલ્પેશ ઠાકોર સહિત ૩ ધારાસભ્યો ભાજપમાં જાડાય તેવી શક્્યતાઓ છે. જાકે અગાઉ પણ અનેક કોંગ્રેસના નેતા, ધારાસભ્યો અને સંસદો પણ ભાજપમાં જાડાઇ ચૂક્્યા છે. જાકે ભાજપના પણ કેટલાક નેતાઓએ કોંગ્રેસનો હાથ પકડ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



