વાશિંગ્ટન,તા.૨૮
અમેરિકી કાર નિર્માતા કંપની ટેસ્લાના સંસ્થાપક અને સીઇઓ એલન મસ્ક પર છેતરપિંડીનો મામલો નોંધવામાં આવ્યો છે. મસ્ક પર ખોટું બોલીને રોકાણકારોને છેતરવાનો આરોપ છે. મસ્કએ કંપનીને ખાનગી માલિકીમાં લેવા માટે આવશ્યક ધનરાશિ મેળવવાની વાત કહી હતી. આ ચેતરપિંડી માટે સિક્્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશન (એસઇસી)એ મસ્ક પર છેતરપિંડીનો આરોપ લગાવતા એક કેસ દાખલ કર્યો છે.
મીડિયા રિપોર્ટસ અનુસાર, સંધીય કોર્ટમાં ગુરૂવારે આ મામલો નોંધવામાં આવ્યો છે. આ અંતર્ગત મસ્કને ટેસ્લા જેવી સાર્વજનિક કંપનીઓના સીઇઓ પદ પરથી હટાવવાની માંગ કરી છે. મસ્કએ ગત મહિને ટ્વીટ કરી ટેસ્લાના નિજીકરણની વાત કહી છે. જેના પછી વિવાદ શરૂ થઇ ગયો છે. જેના કારણે કંપનીના શેરોમાં ઉછાળો દેખવામાં આવ્યો છે. જાકે, મસ્કએ આ આરોપોને ખોટા ગણાવતા તેને અન્યાયપૂર્ણ કહ્યુ છે.
મસ્કએ જાહેર કરેલ નિવેદનમાં કહ્યુ,’એસઇસીના આ અનયાયપૂર્ણ નિર્ણયથી મને ખુબ જ દુખ અને નિરાશા થઇ છે. મેં હંમેશા સત્ય, પારદર્શિતા અને રોકાણકારોના હિતમાં આ પગલું ભર્યું છે. મારા જીવનમાં ઇમાનદારી સૌથી મોટું મૂલ્ય છે અને મેં ક્્યારેય પ્રમાણિકતા સાથે સમાધાન નથી કર્યું’ ગુરૂવારે જ કંપનીએ મસ્કનું સમર્થન કરતા કહ્યુ કે અમને મસ્કની નિષ્ઠા અને નેતૃત્વ પર સંપૂર્ણ ભરોસો છે. કંપનીનું આ બોર્ડ આ સમયે તેમની સાથે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



