કેપટાઉન હોમિયોપેથી કોન્ફરન્સમાં ડૉ. બત્રાઝે ભારતને ગૌરવ અપાવ્યું

0
16

સુરત, તા.૬

ડો બત્રાઝ મલ્ટીસ્પેશિયાલિટી હોમિયોપેથીએ ફરી એકવાર ભારતાં હોમિયોપેથીને નવી ઊંચાઈ અપાવી છે, દેશની હોમિયોપેથીમાં નવી ઊંચાઈઓ માટે સંશોધન અને વિકાસમાં પ્રગતિ કરી છે.
ડો બત્રાઝ ગ્રૂપ ઓફ કંપનીઝના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, હોમિયોપેથિક ડર્મેટોલોજી (એમયુએચએસ)માં ફેલો, ટ્રાઈકોલોજીકલ સોસાયટી, લંડન (યુકે)ના પૂર્વ પ્રમુખ ડો. અક્ષય બત્રાએ તૈયાર કરેલા પેપરને કેપટાઉનમાં આયોજિત ૭૩મી લીગા મેડિકોરમ હોમિયોપેથિકા ઈન્ટરનેશનલીસ (એલએચએમઆઈ) કોન્ફરન્સમાં સ્વીકૃતી અને ખૂબ આવકાર પ્રાપ્ત થયો છે.
સોરાઈસીસથી પીડાતા દર્દીઓની પીડાને પ્રકાશમાં લાવીને આ પેપરમાં દર્શાવાયું છે કે કઈ રીતે સોરાઈસીસ કેન્સર કે ડાયાબિટીસની જેમ જીવનની ગુણવત્તા પર અસર કરે છે. વિશ્વભરમાં ૮૦૦૦થી વધુ લોકોના અભ્યાસમાં જાવા મળ્યું હતું કે સોરાઈસીસથી પીડાતા લોકોના અપમાન અને ભેદભાવના અનુભવો કેવા હોય છે. તેની અસર એવી હોય છે કે ૫૪ ટકા લોકોને લાગે છે કે સોરાઈસીસ તેમના કામકાજી જીવનને અસર કરે છે, ૪૩ ટકા લોકો એવા છે કે જેમના સંબધો પર અસર થઈ છે અને ૩૮ ટકા લોકો એવા છે જેમને માનસિક તકલીફો હોવાનું નિદાન થયું હતુ.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY