મુંબઈ,તા.૨૧
જૂના સોંગને નવા અંદાજમાં રજૂ કરવાના ટ્રેન્ડે સતત જાર પકડ્યું છે . લગભગ ચારમાંથી કોઇ એક ફિલ્મ એવી હોય છે કે જેમા જૂના સોંગને નવા અંદાજમાં રજૂ કરવામાં આવે છે. આ જ કડીમાં હવે ઉર્મિલા માતોડકરના એક સોંગ સાથે એક્સપરિમેન્ટ કરવામાં આવી રહ્યું છે. ઉર્મિલાનું હિટ સોંગ ‘છમ્મા છમ્મા’ને રીક્રેએટ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.
૧૯૯૮માં આવી ફિલ્મ “ચાઇના ગેટ” ના આ ગીતનું નિર્દેશન અરશદ વારસીની ફિલ્મ ‘ફ્રોડ સઇયાં’ માટે તૈયાર કરવામાં આવશે. આ વખતે, આ ગીતમાં, ઉર્મિલા માતોડકરની જગ્યાએ એલી અવરામ નજર આવશે. એલી માટે આ ટાસ્ક ખૂબ જ મુશ્કેલ હશે. કારણકે આ ગીતમાં ઉર્મિલાએ કમાલનું કામ કર્યુ હતુ, ખાસ કરીને ૯૦ના દશકાના મોટા દર્શકો અને ઉર્મિલા ફેન્સ માટે આ ગીત સાથે ખૂબ જ યાદો જાડાયેલી છે.
‘ફ્રોડ સઇયાં’ માટે, આ ગીતનું કંપોઝ તનિષ્ક બાગચીને આપવામાં આવ્યું છે. ત્યા, રોમી, અરુણ અને નેહા કક્કડ આ ગીતને ગાઇ રહ્યાં છે. સાથે જ રૈપનો તડકો પણ લગાવવામાં આવશે. તેની જવાબદારી રૈપર ઇક્કા પર છે. ગીતની કોરિયોગ્રાફી આદિલ શેખ કરશે, ગીતનું શૂટિંગ પણ જલ્દી જ શરુ થઇ રહ્યું છે.
આ ગીતને લઇને એક્સાઇટેડ એલીએ કહ્યું, કે “મને આ ગીત ખૂબ જ પસંદ છે અને ખાસ તોર પર ઉર્મિલા માતોડકર. જ્યારે મે આ ગીત માટે અપ્રોચ કર્યું ત્યારે હું સાતમાં આસમાન પર હતી. આ એક એપિક નંબર છે અને મને આશા છે કે હું ન્યાય મેળવી શકીશ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



