બાવાગોરિશા દાદાની દરગાહ ખાતે ઉર્સ મુબારક માં અકિદતમંદો નું કીડીયારું ઉભરાયું.

0
360

આ પ્રસંગે સૈયદ રફિકબાવા સૈયદ નૈયર બાવાના હસ્તે “ગોરિશા” પ્રવેશદ્વાર નું લોકાર્પણ કરાયું રતનપુર ખાતે પહાડની ઉપર આવેલી હજરત બાવગોર દાદાની દરગાહ શરીફનો ઉર્સ ૨૯ મી ના રોજ મનાવાયો હતો અને ૨૮ મી ના રોજ સંદલ શરીફની રશ્મ અદા કરવામાં આવી હતી.ઉર્સના પ્રસંગે ભારતભરમાંથી હિન્દુ- મુસ્લિમ શ્રદ્ધાળુઓ હાજરી આપીને બાવગોર દાદાની બારગાહ માં પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા દુઆઓ ગુજારી હતી.અત્રેની દરગાહ શરીફે દર ગુરુવારે તેમજ દર રવિવારે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ શ્રદધાળુઓ હાજરી આપીને ધન્યતા અનુભવે છે. ભૂત, પ્રેત, મેલીવિદ્યાથી અસરગ્રસ્ત વ્યક્તિઓ પોતાના ઈલાજ માટે દરગાહે રોકાણ કરે છે. દરગાહના વ્યવસ્થાપક દાદુબાપુ તેમજ રતનપુરના યુવકોના સંયુક્ત ઉપક્રમે રતનપુર ધોરીમાર્ગ પાસે ભવ્ય પ્રવેશદ્વારનું નિર્માણ કરાયું હતું. ઉર્સના પ્રવિત્ર પ્રસંગે સૈયદ રફિકબાવા માંગરોલવાળા અને સૈયદ નૈયરબાવા વડોદરાવાળાના હસ્તે પ્રવેશદ્વારની રીબીન કાપીને દરગાહ શરીફે આવતા શ્રદધાળુઓ માટે ખુલ્લો મૂક્યો હતો.સ્થાનિક યુવકો દ્વારા પીવાના પાણીની પરબોનું આયોજન કરાયું હતું
અત્રે એ જાણવું જરૂરી છે કેમ કઈક આ પહેલા 11 ભાઈ-બહેનો એટલે કે મુરીદ ભાઈ-બહેનો એકસાથે દહેજ બંદરે થી ભરૂચ ખાતે આવી ભરૂચ જિલ્લાની ભૂમિને પાવન બનાવી હતી જેમની મઝાર શરીફ પુરા જિલ્લામાં જુદાજુદા સ્થાને આવેલી છે જેબા બાવાગોરિશા,માઇ મીશરા અને બાવા અબ્બાસ રતનપુર ના ડુંગરો માંઆવેલીછે જે જ્યાં અકીદતમંદોહાજરી આપી પોતાને ધન્ય ગણે છે

રિપોર્ટર અંકિતા પાટણવાડિયા
9904733000

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY