ચંદૌલી,તા.૧૬
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે યૂપીના મઉ બાદ ચંદૌલીમાં ચૂંટણી રેલી સંબોધી હતી. તે દરમિયાન તેમણે વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. તેમણે વિપક્ષી નેતાઓ પર પ્રહાર કરતા કહ્યું કે, કોઇ ૮ સીટ, ૧૦ સીટ, ૨૦-૨૨ સીટ અને કોઇ ૩૫ સીટવાળા પીએમ બનાવવાના સપના જાવા લાગ્યા છે. પરંતુ દેશે કહ્યું કે, ‘ફરી એકવાર મોદી સરકાર.’
ચંદૌલીમાં પીએમ મોદીએ કહ્યું કે, સર્જિકલ સ્ટ્રાઇકનો વિરોધ, એર સ્ટ્રાઇકનો વિરોધ, ઘૂસણખોરોની ઓળખનો વિરોધ, નાગરિકતા કાયદાનો વિરોધ, ત્રણ તલાક કાયદાનો વિરોધ, ઓબીસી પંચને બંધારણીય દરજ્જો આપવાનો વિરોધ, ડગલે પગલે મોદીનો વિરોધ કરવો માત્ર તેમનું મોડલ છે.
તેમમે કહ્યું કે, અમે તે રાજનીતિ અને સામાજિક સંસ્કૃતિમાં મોટા થયા છે જ્યાં પોતાનાથી મોટું દળ અને દળથી મોટો દેશ હોય છે. અહીંના સંતાન પંડિત દીનદયાલ ઉપાધ્યાયના મૂલ્યોને અમે આત્મસાત કર્યા છે. અમે ભારતીય મૂલ્યોને ધ્યાનમાં રાખી સબકા સાથ, સબકા વિકાસનો રસ્તો અપનાવ્યો છે.
તેમણે કહ્યું કે, ૨૧મી સદીના યુવા આજે દેશને ૨૦૧૪થી પહેલાના દોરમાં વાપસ મોકલવા માટે તૈયાર નથી. આ તે દોર હતો જ્યારે આજ દિવસ કૌભાંડના સમાચાર આવતા રહેતા હતા. આ તે દોર હતો જ્યારે ભ્રષ્ટાચારની સામે દેશ રસ્તા પર હતો. કેટલાક લોકો ખોટુ અને અફવા ફેલાવી આપણા દેશને ખેડૂતોને ગેરમાર્ગે દરોવા માગે છે. પીએમએ કહ્યું કે, હું આજે અહીંથી સમગ્ર દેશના ખેડૂતોને જણાવવા માગુ છું કે, જે પૈસા તમારા ખાતામાં મોકલવામાં આવે છે તે તમારા જ છે. તમારી સહાયતા માટે લીધા છે. તે પૈસાને તમારાથી કિયારે પણ પરત લેવામાં આવશે નહીં.
પીએમ મોદીએ કહ્યું કે અમારી નીતિ એકદમ સાફ છે. અમારા જવાનોની સુરક્ષાથી કોઇ સમાધાન કરીશું નહીં. ખતરો ભલે બોર્ડરની અંદર હોય, અથવા બોર્ડ પાર, અમે આતંકવાદીઓને ઘરમા ઘૂસીને મારીશું. ભારતનું ખાઇને પાકિસ્તાનના ગુણ ગાનારાઓ અલગાવવાદીઓની સાથે અમે કડક વલણ અપનાવી રહ્યાં છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



