ભાજપ હરિયાણાની ૧૦ સીટો પર ચૂંટણી લડશે અને ભવ્ય જીત પણ મેળવશે
ચંડીગઢ,તા.૨૪
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કર્યા બાદ હરિયાણાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મળેલી ભારે જીતથી ઉત્સાહિત મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે આગામી લોકસભા ચૂંટણીમાં સારા પ્રદર્શનનો દાવો કર્યો છે. તેઓએ ગત વર્ષોની પોતાના પડકારો પર ટિપ્પણી કરતાં કહ્યું કે બે વર્ષોથી ટ્રેનિંગ લઈ રહ્યા હતા અને હવે ૨૦૧૯માં કામ કરીને બતાવશે.
જાટ આંદોલન અને પોતાના નિવેદનોને કારણે વિવાદમાં સપડાયેલાં ખટ્ટરે સ્વીકાર્યું કે પરિસ્થિતિઓ તેમના અનૂકુળ છે અને તેની અસર લોકસભા ચૂંટણીમાં જાવા મળશે. ખટ્ટરે દાવો કર્યો કે ભાજપ હરીયાણાની ૧૦ સીટો પર એકલા લડશે અને તમામ સીટ પર જીત મેળવશે.
ખટ્ટરે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં મળેલી હારને જનતાની નારાજગી માનવાનો ઇન્કાર કર્યો. તેઓએ કહ્યું કે રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પાર્ટીને વોટની ટકાવારીના હિસાબે નુકસાન નથી થયું. જનતાએ ભાજપનો સાથ નથી છોડ્યો. ખટ્ટરે પાંચ રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસના પડકારને પડકાર ચોક્કસપણ માન્યો. ખટ્ટરે કહ્યું કે કોંગ્રેસની જીત ભાજપ માટે ચેલેન્જ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



