આર્ટિકલ ૩૭૦ હટાવશો તો ભારતના કાશ્મીર સાથેના સંબંધ તૂટી જશે

0
7

શ્રીનગર,તા.૨૫
કોંગ્રેસના કાશ્મીરી નેતા સૈફુદ્દીન સોજ એ વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે જો કાશ્મીરમાંથી સંવિધાનની આર્ટિકલ ૩૭૦ હટાવાશે તો કાશ્મીરનો સંબંધ ભારતની સાથે ખત્મ થઇ જશે. તેમણે એમ પણ કહ્યું કે એ સમજમાં આવતું નથી કે કાશ્મીરમાં આટલી સેના તૈનાત કેમ કરાઇ રહી છે? આટલી જરૂર જ નથી. આનાથી કાશ્મીરના લોકો ચોંકી જાય છે. તેમણે કહ્યું કે ૩૫ છ ખત્મ થતાની સાથે જ આર્ટિકલ ૩૭૦ પોતાની જાતે જ ખત્મ થઇ જશે.
તેમણે આરએસએસ પર આરોપ મૂકતા કહ્યું કે આ સુપ્રીમ કોર્ટમાં જઇ ૩૫છ, ૩૭૦ ખત્મ કરવા માંગે છે. આરએસએસે પહેલાં જ દેશને નુકસાન પહોંચાડ્યું છે. સુપ્રીમ કોર્ટમાં ૩૭૦ના સંબંધમાં અરજી કોને કરી છે. તેની સાથે જ જાડ્યું કે ૨૦૧૯મા આનાથી કોને ફાયદો થવાનો છે. ૨૦૧૯મા શાસન બદલાશે.
સોજ એ કહ્યું કે જો જમ્મુ-કાશ્મીરની સાથે સંબંધ ખત્મ થશે તો લોકો વિરોધ કરશે. જા તેની સાથે છેડછાડ થઇ તો અમે, ફારૂક અબ્દુલ્લા, ઉમર અબ્દુલ્લા, મહેબૂબા મુફતી લાલ ચોક પરથી વિરોધ કરીશું. અમારા સંબંધ સેકિયુંલર ભારત સાથે છે. નફરતના સોદાગરોની સાથે સંબંધ રહ્યો નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY