ચંડીગઢ,તા.૧૫
ભાગલાવાદી સમર્થક ગ્રૂપ શીખ ફોર જસ્ટિસ (એસએફજે)એ દાવો કર્યો છે કે, પાકિસ્તાને મોદી સરકારના કહેવાથી તેમના અભિયાન ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે. એસએફજે સંગઠન જનમત સંગ્રહની માગણી લઈને રેફરેંડમ ટીમ ૨૦૨૦ અભિયાન ચલાવી રહ્યા હતા. એસએફજેના કાયદાકીય સલાહકાર ગુરપતવંત સિંહ પન્નુંના જણાવ્યા પ્રમાણે, સોમવારે ગ્રૂપના કાર્યકર્તા હસન અબ્દલ ત્યાં આવેલા ગુરુદ્વારા પંજા સાહિબમાં પોસ્ટર લગાવી રહ્યા હતા. તે દરમિયાન જ અધિકારીઓએ હસ્તક્ષેપ કરીને તેમને રોકિયા હતા.
રિપોટ્ર્સ પ્રમાણે, ખાલસા સજના દિવસ (ખાલસા પંતની સ્થાપના આ દિવસે થઈ હતી)ના ૩૨૦માં વર્ષે ભારતથી હજારો શીખ શ્રદ્ધાળુઓ પાકિસ્તાન પહોંચ્યા હતા. ખાલિસ્તાનના પક્ષકાર ઘણાં કાર્યકર્તા પણ તેમના અભિયાનને સમર્થન આપવા એપ્રિલના પહેલા સપ્તાહમાં અમેરિકા અને યુરોપથી પાકિસ્તાન પહોંચ્યા હતા. કે જ્યારે કાર્યકર્તાઓ પંજા સાહિબમાં પોસ્ટર લગાવી રહ્યા હતા ત્યારે તેમને રોકવામાં આવ્યા હતા. તેમની સાથે જ રેફરેંડમ ૨૦૨૦ માટે સ્વયંસેવકોનું રજિસ્ટ્રેશન પણ રોકી દેવામાં આવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




