ભૂતકાળની સજાના કારણે કેપટાઉન ટેસ્ટમાં બોલ ટૅમ્પરિંગનું કૌભાંડ થયુંઃ સ્ટીવ વા

0
9

ન્યુ દિલ્હી,તા.૨૯
બોલ ટૅમ્પરિંગના કિસ્સામાં કડક સજાના અભાવના કારણે ખેલાડીઓ તેઓની મર્યાદા બહાર જવા પ્રેરાયા હતા, એમ આૅસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ વાએ ક્રિકેટ સત્તાવાળાઓને ‘સેન્ડપેપર કૌભાંડ’ના પ્રકરણમાં દોષ આપતા કહ્યું હતું કે જેમાં માજી સુકાની સ્ટીવ સ્મિથ અને વાઈસ-કેપ્ટન ડેવિડ વોર્નરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ગયા માર્ચમાં આૅસ્ટ્રેલિયાની ટીમના દક્ષિણ આફ્રિકા ખાતેના પ્રવાસમાં કેપટાઉન મધ્યેની ટેસ્ટ દરમિયાન બનેલા આ બનાવમાં સ્મિથ અને વોર્નર ઉપર ક્રિકેટ આૅસ્ટ્રેલિયા (સી. એ.) દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો અને કેમેરોન બેનક્રોફ્ટને નવ મહિના સસ્પેન્ડ કરાયો હતો. ખેલાડીઓ પરના પ્રતિબંધનો માર્ચ ૨૦૧૯માં અંત આવશે અને આઈ. સી. સી. વર્લ્ડ કપ તથા આૅસ્ટ્રેલિયાના એશિશ પ્રવાસ માટે ટીમમાં પાછા ફરવાનો તેઓને મોકો રહે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY