શત્રુધ્ન સિન્હાએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને અપમાનજનક જણાવી

0
5

પટના,તા.૪
ભારતીય જનતા પાર્ટીના બળવાખોર અને નારાજ નેતા શત્રુધ્નસિંહાએ ફરી એક વખત સત્તારૂઢ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. શત્રુધ્નસિંહાએ કહ્યું કે તાજેતરમાં વચગાળા બજેટમાં રજૂ કરેલી પીએમ કિસાન સન્માન નિધિ યોજના એ ખેડૂતોનું અપમાન છે. ઉલ્લેખનીય છે કે મોદી સરકારે ૧ ફેબ્રુઆરીએ રજૂ કરેલા વચગાળા બજેટ ૨૦૧૯-૨૦માં જાહેરાત કરી હતી કે જે ખેડૂતો પાસે બે હેકટર જમીન છે એવા આશરે ૧૨ કરોડ ખેડૂતોમાંથી દરેક ખેડૂતના ખાતામાં પ્રતિ વર્ષ રૂ છ હજારની ધનરાશિ જમા થશે.
શત્રુધ્નસિંહાએ ટિ્‌વટ કરતા જણાવ્યું કે કોંગ્રેસના પૂર્વ નાણાપ્રધાન પી.ચિદંબરમના એ નિવેદનને સમર્થન આપતા કહ્યું કે રજૂ થનારુ અંતરિમ બજેટએ લેખાનુદાન નહોતુ બલકે વોટ માટેનું ગણતરી પુર્વકના લેખા જાખા રજૂ કરવાની કવાયત હતી. નોંધનીય છે કે રવિવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ મોદી પર હુમલો કરતા જણાવ્યું કે મોદીએ ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયા માફ કર્યા પરંતુ ખેડૂતોના એક રૂપિયાનું દેવું માફ નથી કર્યુ! રાહુલે બજેટને, આખિરી જુમલા બજેટ જેવું ગણાવતા કહ્યું હતુ તે- વહાલા નોમો,ખેડૂતોને પ્રતિદિવસ રૂ.૧૭ આપીને એમનું અપમાન કર્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY