ઓપરેશન બ્લૂ સ્ટારની વરસી પર શીખ યુવાનો અને એસજીપીસી ટાસ્ક ફોર્સ વચ્ચે ઘર્ષણ

0
40

ચંદીગઢ,તા.૬
પંજાબમાં અમૃતસરમાં ઓપરેશન બ્લૂ સ્ટારની વરસી પર અથડામણના સમાચાર સામે આવી રહ્યાં છે. સુવર્ણ મંદિરમાં શીખ યુવકો , જનરલ સિંહ ભિંડરાવાલાની ટીશર્ટ પહેરીને પહોંચ્યા હતા. ત્યારબાદ આ શીખ યુવાનો અને એસજીપીસી ટાસ્ક ફોર્સ વચ્ચે ઘર્ષણ થયું હતું. એસજીપીસી દ્વારા અરદાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં જ ભિંડરાવાલાની ટી શર્ટ પહેરીને શીખ યુવાનો પહોંચ્યા હતા.
જા કે અકાલ તખ્ત અને શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટિ તરફથી સુવર્ણ મંદિરમાં અરદાસ કાર્યક્રમ દરમિયાન ખાલિસ્તાન સમર્થક રેડિકલ ગ્રુપો સાથે જાડાયેલા લોકોએ ખાલિસ્તાનના સમર્થનમાં નારાબાજી કરી અને હાથોમાં તલવાર પણ લહેરાવી હતી.આ દરમિયાન સુવર્ણ મંદિરમાં હાજર એસજીપીસીની ટાસ્ક ફોર્સે આ લોકોને સમજાવવાનો પણ પ્રયાસ કર્યો ત્યારે જ બન્ને વચ્ચે ઘર્ષણ શરૂ થઈ ગયું હતું.
૬ જૂન ૧૯૮૪ના રોજ ઓપરેશન બ્લૂ સ્ટાર કરવામાં આવ્યું હતું. ભારતીય સેનાના આ મિશનનો ઉદ્દેશ અમૃતસરના સુવર્ણ મંદિરને જનરલ સિંહ ભિંડરાવાલે અને તેમના સમર્થકોની જાળમાંથી છોડાવવાનો હતો. આ ઓપરેશનને સ્વતંત્ર ભારતમાં અસૈનિક સંઘર્ષના ઈતિહાસની સૌથી ખૂની લડાઈ માનવામાં આવે છે. આ ઓપરેશનમાં કરોડોની સંખ્યામાં લોકો માર્યા ગયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY