પંજાબના ફિરોઝપુરથી પાકિસ્તાની જાસૂસ ઝડપાયો

0
21

ચંડીગઢ,તા.૧
એક તરફ ભારત-પાક વચ્ચે ૧૪મી ફેબ્રુઆરીએ થયેલા પુલવામા હુમલા પછી તણાવ ચરમસીમાએ છે. તેવા સમયે પંજાબનાં ફિરોજપુર ખાતેથી શુક્રવારે એક પાકિસ્તાની જાસૂસ ઝડપાયો છે. બોર્ડર સિકિયોરીટી ફોર્સ (BSF)એ તેને ઝડપી પાડી તેની પાસે રહેલો એક મોબાઈલ ફોન જપ્ત કર્યો હતો.
પંજાબનાં ફિરોઝપુરમાં શુક્રવારે પાકિસ્તાન માટે કામ કરી રહેલા જાસૂસની ધરપકડ કરાઈ છે. બોર્ડર સિકિયોરીટી ફોર્સ (BSF)એ તેની પાસેથી પાકિસ્તાની સીમ સહિત એક ફોન પણ મળી આવ્યો છે. સૂત્રો પ્રમાણે પકડાયેલો જાસૂસ પાકિસ્તાનનાં ૬ સંદિગ્ધ વોટ્‌સએપ ગ્રુપમાં સામેલ હતો.
પાકિસ્તાની જાસૂસની ઓળખાણ ૨૧ વર્ષીય મોહમ્મદ શાહરુખ તરીકે થઈ છે. જેને સરહદની બહારની પોસ્ટ પરથી સંદિગ્ધ પરિસ્થિતીઓમાં પકડવામાં આવ્યો છે. આરોપી જાસૂસ પોતાને ચાદરમાં લપેટીને તસવીરો કિલક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે તે ઉત્તરપ્રદેશનાં મુરાદાબાદનો રહેવાસી છે. તેની પાસેથી પાકિસ્તાનનાં વધુ ૬ નંબરો મળી આવ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY