અમેરિકા : ભારતીય મૂળના વ્યકિતએ પત્નીને ગોળી મારી પોતે પણ આપઘાત કર્યો

0
9

હાઉસ્ટન,તા.૧૯
અમેરિકાના ટેક્સાસમાં ભારતીય મૂળના યુગલનો મૃતદેહ તેના ઘરેથી મળી આવ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે પ્રથમ નજરે આ બનાવ હત્યા અને આત્મહત્યાનો લાગી રહ્યો છે. મંગળવારે સવારે છ વાગ્યે આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસને ઘટનાસ્થળેથી ૫૧ વર્ષીય શ્રીનિવાસ નકીરકાંતી અને તેની ૪૬ વર્ષીય પત્ની શાંતિ નકીરકાંતીનો મૃતદેહ મળી આવ્યો હતો. શાંતિને માથામાં ગોળી વાગવાનું નિશાન હતું. જ્યારે શ્રીનિવાસનો મૃતદેહ તેના બેડરૂમમાંથી મળી આવ્યો હતો. શ્રીનિવાસની છાતીમાં ગોળી વાગી હતી, તેમજ મૃતદેહની બાજુમાંથી એક નાની પિસ્ટલ મળી આવી હતી.
પોલીસે પ્રાથમિક તપાસ બાદ દાવો કર્યો છે કે શ્રીનિવાસે પહેલા તેની પત્નીની હત્યા કરી નાખી હશે, બાદમાં તેણે પણ ગોળી મારીને આપઘાત કરી લીધો હશે.
રિપોટ્‌ર્સ પ્રમાણે ગોળીબારની ઘટના બની હતી ત્યારે દંપતીની ૧૬ વર્ષની દીકરી ઘરમાં ઊંઘી રહી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે દંપતીની ૧૬ વર્ષની દીકરીએ પોલીસને જણાવ્યું હતું કે તેના પિતા તેના રુમનો દરવાજા ખોલી રહ્યા ન હતા.
દંપતીની દીકરી સુરક્ષિત છે. હાલ તેને મૃતકના એક મિત્રને ઘરે રાખવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે દંપતીને એક ૨૧ વર્ષનો પુત્ર પણ છે. ઘટના સમયે તે ટેક્સાસ યુનિવર્સિટી ખાતે હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY