ચંદીગઢ,તા.૨૬
રાજકીય પક્ષો આજકાલ ચોકીદાર શબ્દનો જે રીતે ઉપયોગ કરી રહ્યા છે એને કારણે ચોકીદારી વ્યવસાયનું અપમાન થયું છે એવી દલીલ કરીને પંજાબના ચોકીદારોનાં એક સંગઠને ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. ચોકીદારોએ પંચને વિનંતી કરી છે કે ચોકીદાર શબ્દનો ઉપયોગ કરવા માટે રાજકીય પક્ષો પર તે પ્રતિબંધ મૂકે.
એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આ યુનિયને ફરિયાદ કરી છે કે લોકો બૂમો પાડી રહ્યા છે કે ‘ચોકીદાર ચોર હૈ’.
યુનિયનના વડા જસવિન્દર સિંહ ઝંડેએ એમ કહ્યું છે કે લોકો આવી બૂમો પાડતો હોય છે એટલે અમારે માટે અમારી કામગીરી બજાવવાનું મુશ્કેલ બની ગયું છે. તેથી અમારા યુનિયને ભાજપ અને કોંગ્રેસ, બેઉ સામે ફરિયાદ નોંધાવી છે.
જસવિન્દરે કહ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત કોઈ પણ વ્યકિત એમના નામની આગળ ચોકીદાર શબ્દ લગાડે એ અમને જરાય સ્વીકાર્ય નથી. દરેક વ્યકિત ચોકીદાર બની ન શકે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



