“દીકરી વ્હાલનો દરિયો”માટે ખાસ

0
209

જુના જમાના ની એક માણવા જેવી અને નવી પેઢી ને પણ જાણવા જેવી વાતો :>જોકે આ વિધાન ગુજરાત કાઠીયાવાડ વધુ હોય છે

સગાઇ અને લગ્ન વચ્ચે ખાસો સમય ગાળો રહેતો. છાની છપની ચિઠ્ઠી વહેવાર રહેતો પણ બહુ ઓછા પ્રમાણ માં ….કન્યા લગ્ન પહેલા સાસરે જમવા આવે ત્યારે બંને એક બીજા ના મુખ દર્શન માટે તડપતા. કુવારી વહુ ને દશેરા અને કેરી ની સીઝન માં મીઠાઈ અને કેરી મોકલતા. અને હોળી માં પતાસા નો હારડો અપાતો.આની પાછળ ભાવ હતો કે તું અમારા ઘર નું એક અંગ થવાની છો આવું ઘણું હતું ..
લગ્ન ની તૈયારી મહિના સુધી ચાલતી. તારીખ નક્કી થાય એટલે ઘર ની સફાય બંને પક્ષે થતી. અનાજ ઘઉ ચોખા દાળ કઠોળ વિગેરે ગુણીઓ ભરીને આવતા તેને સાફ કરવા સગા પાડોશી આવતા સૌ ગીતો ગાતા અને નાસ્તો કરતા જાય ને કામ કરતા જાય. સાંજે તે મહિલા મંડળ ને પતાસા ના પડીકા આપતા .. તેમાં ફૈબા નું સ્થાન મોખરે રહેતું તેને ડબલ પડીકા અપાતાં .પછી તારીખ નજીક આવતા કન્યા પક્ષ લગ્ન લખતો ત્યારે એક લાંબો 5 ફૂટ નો કાગળ લઇ વર પક્ષ ના તમામ સગા ના નામ લખી ને જાન લઇ ને સમય સર પધારવાનું આમંત્રણ અપાતું. તે કાગળ ગોર મહારાજ સાથે બે જણા લઈને વર ને ઘરે જતા. ત્યાં થોડી ઠઠામશ્કરી થતી. પછી તે લગ્ન વધાવતા.ગોર અને મહેમાન ને જમાડી ભેટ આપી વિદાય કરતા..કંકોત્રી સાવ સાદી રહેતી તે સમય માં ભણતર ઓછુ હોય વર કન્યા ના નામ પાસે Bcom. તેમ ડીગ્રી લખાતી. લગ્ન ના આગલે દિવસે વરરાજા નું ફૂલેકું તેના ગામમાં નીકળતું વર ને ઘોડા પર કે ઘોડાગાડી માં બેસાડી ને આસપાસ ફેરવતા નાચતા જેથી લોકો ને જાણ થાય કે ભાઈ પરણે છે.
લગ્ન ના બે દિવસ પહેલા ગણેશ સ્થાપન થતું અને મંડપ મુહરત ની શાનદાર વિધિ થતી..અને ગ્રહ શાંતિ પણ તે હેતુ થી થતી કે ધર્મ જળવાય રહે.
તે જમાના માં બીજી વિધિ હતી પાટે થી ઉઠામણ તેમાં જેના લગ્ન હોય તેને બાજોટ પર બેસાડે અને ગીતો ગાય. વર કન્યા ની મજાક કરી ઉડાડતા જાય ને ભેટ પૈસા આપે અને બાવડું પકડી બાજોટ પર થી ઉભો કરે કન્યા પક્ષે પણ આમજ વિધિ થતી
અન્ય વિધિ માં ભાભી ને કુતરી બનાવતા તેને ઉકરડી ઉઠાવી એવું કહેવાતું ભાભી ને મીઠાઈ બતાવી દોડાવતા હ…ઈ ડ.. હ ઈ ડ એમ ખીજવતા. પીઠી હલદી ઘણા દિવસ અંગ પર ચોળતા…

એક વિધિ માં વર કન્યા ના માથે નાની સળી રાખતા ને તેના પર તેલ નાખતા તેને સરીયો સીંચ્યો એમ કહેતા આ કામ માત્ર ફૈબા કરતા તેના બદલા માં સુખડી ની થાળી વાસણ સહીત ફૈબા ને મળતી રોકડ તો જુદી.અહી એવો ભાવ છે કે માથામાં તેલ નાખવાથી મગજ ને પોષણ મળે છે અને વાળ સુરક્ષિત રહે છે .ગીતો ગવાતા >>. સાયકલ ની સીટી વાગી ફલાણા ભાઈ (વરનું નામ ) હઠ લીધી હઠ છોડો ને >>>આવી દરેક વિધી કન્યા ના ઘરે પણ થતી તેમાં બંને ને પૈસા ભેટ આપવાનો રીવાજ હતો અમારા સમય માં ચાર આના .(૨૫ પૈસા) થી લઈને બે રૂપિયા હતા. 5 રૂપિયા આપનાર તરફ બધા અહોભાવ થી જોતા >>>>ગીત …અમારે ઘરે સોના ના તાળા દીકરો પરણાવી કર્યા ઉજાળા અને તમારે ઘરે લોઢા ના તાળા દીકરી પરણાવી કાઢ્યા દીવાળા….>>>આવા ગીતો ગવાતા..>>>

મામેરું ભરવા મામા આવતા ભાણેજ ને ગમતી ચીજો ઉપરાંત બેન ના સર્વ સાસરીયા ને ભેટ કપડા રોકડ દાગીના અપાતા. આ વિધિ ને મોસાળું કહેવાતું ..
એક સમુરતા કે પહેરામણી ની વિધી પણ હતી તેમાં વર પક્ષ વાળા થાળીઓ માં સાડી ઘરેણા વિગેરે લઈને આવે ને ગીત ગાય..ને કન્યા પક્ષ વાળા ને આપે ..ઘણા સમય પહેલા કન્યા માત્ર પહેરેલ કપડે જતી આણું પાછળ થી વળાવતા..પણ પછી આણું સાથે જ વળાવવાનું થયું .
એક વિધિ એવી છે કન્યા ની મા કંસાર બનાવી ને વર ને ઘરે અમુક સ્ત્રી લઈને મોકલે તેને “કલવો “ કહેતા.. ગીત.>>>. કન્યા પક્ષ તરફ થી ..છાપરે થી ઉતરી રે મારી નવરી વેવાણ …કાન છે કે કોડિયા રે મારી નવરી વેવાણ >>>>બીજું ગીત કન્યા પક્ષ તરફ થી >>જમો જમો ને જમાઈ રાજ કલવો રે ..તમારી સાસુજી એ રાંધેલ કલવો રે …>>વર પક્ષ નો જવાબ ….જમીશ માં જમીશ માં વીરા કલવો રે ઓલી શેડાળી અને ગોબરી એ રાંધેલ કલવો રે …આવું તો ઘણું છે…
રાતે ચા પાણી નાસ્તો બીડી સિગારેટ પાન વિગેરે ની જમાવટ અને અગલ અગલ ગામ થી આવેલ મહેમાનો ની ઓળખાણ ગામ ના લોકો તરફ થી મેહેમાનો ને ચા પાણી અને રાત્રે સુવા નું આમંત્રણ .અનવર પાસે પણ સોપારી એલચી લવિંગ અતર ના પૂમડા રહેતા તે કાનમાં ભરવાતા .
(હસ્ત મેળાપક વિષે એક વાત જાણેલી.. ખુબ સાવચેતી થી મુહરત જોવામાં આવે છે પણ આ પરમ્પરા મુજબ મહાજન વચ્ચે અગ્નિ ની સાક્ષી એ પહેલી વખત એક બીજા ના કર નો સ્પર્શ થાય અને જે રોમાંચ થાય તેને માટે છે… અત્યારે તો લગ્ન પહેલા હસ્ત મેળાપક ઘણી વખત થઇ ગયો હોય છે. હા હા હા )
રાતના લગ્ન હોય છે હસ્ત મેળાપક સમયે માતા પિતા વરરાજા ના પગ ધોતા ને જમાઈ ની પૂજા કરતા કરતા પરાણે આંખ માં આવતા આંસુ ને રોકતા…કન્યા ને પણ હદય માં શું થતું હશે ? (તે હું બિન અનુભવી શું કહું ?. આ માત્ર જોયેલા અનુભવ લખતા પણ ભીની થાય છે આંખ) વર પણ અંદર થી થોડો ઢીલો પડી જતો હશે જો તેને નાની બહેન હશે તો તે પણ મુખ લુવાને બહાને આંખ લુછતો મે જોયો છે.પછી ગોર મહારાજ કન્યા નો હાથ માતા પિતા ના હાથમાં આપી વર ના હાથમાં મૂકી બોલતા આ કન્યા નું અમે આપને “દાન “ કરીએ છીએ આપ સ્વીકારો ત્યારે વરની પાસે “સ્વસ્તિ” બોલાવતા પછી ભલે વર કરોડ પતિ કે રાજા કે ક્ષત્રીય કે વૈશ્ય હોય પણ સ્વસ્તિ બોલી દાન લેતો >>ભાવ>>> ભાઈ આ દાન ની સંભાળ રાખજે..અમારા કલેજા ના ટુકડા ને તને સોપીએ છીએ
મંગલ ફેરા માં કન્યા નો ભાઈ જવ તલ હોમતો જો જરા મોટો હોય તો વિચારતો હશે મારા વાંક માં બચાવ કરનાર મારી માટે લડી લેનાર બેની ચાલી જશે ..
ચોથા ફેર માં વરનો અંગુઠો પકડતો ભાઈ વર ને આગળ વધવા અટકાવતો ત્યારે અણવર તેને અમુક રકમ આપી મનાવતો .આની પાછળ પણ એક ભાવ છે બેન રોકાઈ જા …આમ મંગળ ફેર પુરા થતા આસન પર થી ઉભા થતા માતા પિતા ને જરાક કષ્ટ પડે છે કદાચ પગ ને ખાલી ચડી જતી હશે સગા હાથ પકડી ઉઠાડે છે અને લાડલી દીકરી બીજા ની પત્ની ..પુત્રવધુ થઇ જાય છે.
પછી થોડી આરામ નો સમય.. બીજે દિવસે જે જમણ થતું તે સામાન્ય જમણ અને તે પછી ના દિવસે હરખ જમણ ત્રીજે દિવશે “વરોઠી” કહેવાતું
જાન ની વિદાય..કન્યા ની વિદાય..પહેલા કન્યા ની સહેલી તેને ઘેરી વળે છે મોળાકત દેદો ફૂટયો વિગેરે બચપણ ની યાદો… જવારા વાવ્યા અને પાંચીકા ની રમત ની વાતો કરી વર્તમાન વિદાઈ ને જરા હળવી કરે છે આ કન્યા વિદાઈ ની પળો પણ મીઠો પણ હદય ના તાર ને ઝણઝણાવી નાખે તેવો પ્રસંગ છે દીકરી વિચારે ચડે છે … જયા મોડી ઉઠે ઝીદ કરે પાપા ઝીદ પુરી કરે માતા ટોંકે ચડાવો માં “પારકે ઘરે મોકલવી છે” પોતાના તોફાન ઘર ને ગાજતું રાખવું ..પિતાની બીમારી લગ્ન નું ખર્ચ લોન ના હપ્તા નાના ભાઈ બેનો નું ભણતર અને પોતાના પતિ સાથે ના ભવિષ્ય ના અરમાનો, સાંભળવા મુજબ સાસુ નો થોડો ગરમ સ્વભાવ.આવા વિચારો એ ચડી જતી હોય છે તેમાં વચ્ચે .એક શીખ આપવાની વિધિ આવતી બંને પક્ષ ના સભ્યો મોટા ફળિયા માં માંડવા માં બેસતા અને વરપક્ષ ના સગા ને ભેટ અને શાલ થી સન્માન કરતા દરેક જાનૈયા ને કઈ ને કઈ મળતું >>>ગીત >>> લાલ મોટર આવી ગુલાબી ગજરો લાવી મારા ભાભી સાસરીયે લીલા લહેર છે ..મારા ભાઈ ને વરશો તો મોટર માં બેસી ફરશો ..રાજુ ભાઈ જેવા દિયર ..તમને કોઈ દી ના સાંભરે પિયર મારા ભાભી સાસરીયે લીલા લહેર છે >>>કન્યા કહેતી ઉભા રો તો માંગું મારા દાદા પાસે શીખ રે …વર પક્ષ ..હવે કેવી શીખ રે લાડી હવે કેવા કોડ રે .. પછી ગાડા ના પૈડા ની પૂજા થતી કે હે ઈશ્વર બંને પૈડા સમતોલ રાખજે પૈડા નીચે શ્રી ફળ રાખી તોડવામાં આવતું તેનું ટોપરું કન્યા ને ખોળા માં આપતા>>> ભાવ હતો બેટા રસ્તા માં તને તરસ લાગે તો થોડું કોપરું લીલું છે મોઢામાં રાખજે જેથી શક્તિ રહેશે અને તૃષા શાંત થશે ..વાહ !વાહ ! વડીલો તમારી અગમ્ય બુદ્ધિ ને સલામ આ હિમતભાઇ ના ..
પછી ગાડા માં ભાઈ બેસતો ને કન્યા ને બેન ને ગામ ના ઝાપા સુધી વળાવવા જતો …ભાવ>>> જે થોડી વધુ પળો બેનો સાથે વિતાવું ..જાણે ગાડું રોકેટ ઝડપે ચાલતું હોય તેમ ભાઈ ને લાગતું નાના ગામ નો ઝાંપો જલ્દી આવી જતો પછી અણવર ભાઈ ને થોડાક પૈસા આપી શુકન કરતો ને કન્યા દીકરી પરાઈ થઇ ને સાસરે જતી..
અને પછી ગામ આખું માંડવા માં બેસતું જાણે સોપો પડી ગયો હોય તેમ થોડો સમય નિરવ શાંતિ માં મોટી ઉમર ના બીડી ના ધુવાડા માં ગમ ને હવા માં ફેલાવતા અને ખોખરા ખાતા ખાતા કન્યા ના માતા પિતા ને વર પક્ષ ની ખાનદાની ના વખાણ કરી દીકરી ખરેખર ખુબ સુખી થશે તેવી પોઝીટીવ વાતો કરી માત પિતા ને હળવા કરતા.ધીમે ધીમે અન્ય લોકો જમીને વિદાય થતા પોત પોતાના ગમે જતા ગામના માણસો માં બે ચાર રોકાય જતા જેથી કન્યા ના માં બાપ ને સાવ એકલતા ના લાગે.
આમ લગ્ન રંગે ચંગે થતા હતા.
આપના અનુભવો લખી શકો છો

આભાર શાસ્ત્રીજી
+918000911444

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY