નવી દિલ્હી,
આશરે ચાર ટકા કુકીંગ ગેસ યુઝરોએ એલપીજી સબસીડી છોડી દેવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલનો યોગ્ય રીતે જવાબ આપી ચુક્યા છે અને આ લોકો મોદીની વિનંતી પર રાહતોને છોડી ચુક્યા છે પરંતુ રાજ્યો વચ્ચે આ અંતર ખૂબ વધારે દેખાય છે. ઉત્તર-પૂર્વીય રાજ્યો ચાર્ટમાં ૧૪ ટકા સાથે સૌથી આગળ છે. જ્યારે મિઝોરમમાં આ સંખ્યા ૧૨ ટકાની આસપાસ છે. નાગાલેન્ડમાં પણ ૧૨ ટકાની આસપાસ છે. મણીપુરમાં ૧૦ ટકા લોકો એલપીજી સબસીડી છોડી ચુક્યા છે. પ્રદેશની બહાર એકમાત્ર રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ જ્યાં વડાપ્રધાનની અપીલ બાદ એલપીજી સબસીડી છોડી દેનાર લોકોની ટકાવારી ૧૦ ટકાથી વધુ દિલ્હીમાં રહી છે. દિલ્હીમાં આ ટકાવારી ૧૨ ટકાની આસપાસ છે. માર્ચ ૨૦૧૫માં મોદીએ એલપીજી સબસીડી છોડી દેવા માટે સ્વૈÂચ્છક નિર્ણય કરવા કહ્યું હતું. મોદીએ કહ્યું હતું કે જા એલપીજી સબસીડી સ્વૈÂચ્છક રીતે છોડવામાં આવશે તો ગરીબ લોકોને વધુ લાભ મળી શકશે. મોટા રાજ્યો પૈકી એકમાત્ર મહારાષ્ટ્રમાં ૬ ટકા લોકોએ એલપીજી સબસીડી છોડી દીધી છે. કર્ણાટક, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, પંજાબ જેવા મોટા રાજ્યોમાં પાંચ ટકા લોકોએ સ્વૈચ્છિક રીતે સબસીડી છોડી છે. ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં સબસીડી છોડી દેનાર લોકોની ટકાવારી ચાર ટકા છે. બિહાર, છત્તીસગઢ અને તમિલનાડુમાં આ ટકાવારી ત્રણ ટકાની છે. બંગાળમાં આ ટકારી બે ટકાની છે. આંધ્રપ્રદેશમાં એક ટકાથી પણ ઓછી છે. વડાપ્રધાનના વતન રાજ્ય ગુજરાતમાં સબસીડી છોડી દેનાર લોકોની ટકાવારી ચાર ટકાની છે. એલપીજી સબસીડી છોડી દેનાર લોકોની સંખ્યા વર્ષ ૨૦૧૬માં એક કરોડના આંકડાને પાર કરી ગઈ હતી પરંતુ ત્યારબાદથી ચાર લાખ લોકોએ બે વર્ષના ગાળામાં સબસીડી છોડી દીધી છે. પેટ્રોલિયમ મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે સરકારને અપેક્ષા છે કે સબસીડી છોડી દેનાર લોકોની સંખ્યા આવનાર દિવસોમાં વધુ ઉપર જશે કારણ કે ગ્રાહકોનું નેટવર્ક વધી રહ્યું છે. પાઈપથી નેચનરલ ગેસમાં આવી ચૂકેલા લોકોની સંખ્યામાં ઉમેરો સબસીડી છોડનાર લોકોમાં કરવામાં આવ્યો નથી. ઉનાળાની ગરમીમાં વીજળીની તંગીને ટાળવાના હેતુસર કોલસા મંત્રાલય દ્વારા સીઆઈએલના ચેરમેનને પત્ર લખીને સમસ્યા હળવી કરવા માટે કહ્યું છે. નોન પાવર સેકટરોને કોલસાના પુરવઠાને નિયંત્રિત કરવાની શરૂઆત કરવામાં આવી છે. જાણકાર લોકોનું કહેવું છે કે મોદી દ્વારા કરવામાં આવેલી સબસીડી છોડી દેવાની અપીલની અસર ચોક્કસપણે થઈ છે. જેના પરિણામ સ્વરૂપે ગરીબ લોકોને રાહત થઈ છે. કેન્દ્ર અને રાજ્યની માલિકીની કંપનીઓ માટે ખાસ સપ્લાય વ્યવસ્થા કરવા માટે કોલ ઈન્ડીયાના ચેરમેનને પત્ર લખવામાં આવ્યો છે. લોકોનું કહેવું છે કે સમસ્યાઓને પરિણામ સ્વરૂપે અનેક અડચણો આવી રહી છે.
S.S.S
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






