ગુજરાત ગોટ ટેલેન્ટ દ્રારા યોજાયેલ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભરૂચની મધુરમ સ્કૂલ ઓફ મ્યુઝીક ના મધુરમ સ્ટાર ગ્રુપના વિદ્યાર્થીઓ ફસ્ટ રનર્સ-અપ થયા હતાં.

ગુજરાત ગોટ ટેલેન્ટ દ્રારા તારીખ ૪/૬/૧૮ ના રોજ લાયન્સ હોલ, મીઠાપડી ચાર રસ્તા,અમદાવાદ ખાતે રાજ્ય કક્ષાની ગુજરાત ગોટ ટેલેન્ટ સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં ફાઈનલ રાઉન્ડમાં ૧૫૦ થી વધારે વિદ્યાર્થીઓ ફાઈનલ રાઉન્ડમાં આવ્યા હતા જેમ ભરૂચની મધુરમ સ્કૂલ ઓફ મ્યુઝીક ના મધુરમ સ્ટાર ગ્રુપના વિદ્યાર્થીઓ આશ્મિ મહેતા, ગ્રીષ્મા પારેખ,સ્વાતિ દાસ,વૈધિકા હરિયાણી,ખ્યાતિ શર્મા,ભક્તિ પટેલ,ધ્રુવી શાહની ટીમ ફસ્ટ રનર્સ-અપ થતાં ભરૂચ શહેરનું નામ રાજ્યમાં રોશન કર્યું છે.

આ પ્રસંગે મધુરમ સ્કૂલ ઓફ મ્યુઝીકના સંચાકલ માધવી શાહ દ્રારા મધુરમ સ્ટાર ગ્રુપના દરેક વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી અને સંગીત ક્ષેત્રે ભરૂચનું નામ રોશન કરવા બદલઅભિનંદન પાઠવ્યા હતા અને આગળ ભવિષ્યમાં પણ આવીજ રીતે ભરૂચ શહેર અને જિલ્લાનું નામ રોશન કરી એવી આશા વ્યક્ત કરી હતી.
I
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




