ઇમ્પોર્ટ ઘટતાં કેમિકલ અને ડાઇઝના ભાવમાં વધારો થયો

0
121

કલર કેમિકલ અને ડાઇઝની તંગી ઉભી થવાને કારણે બેઝીક રો મટીરીયલ્સમાં ગત ૧લીથી ૬ થી ૨૫ ટકાનો વધારો આવી ગયો છે. આ ભાવવધારાને કારણે સ્થાનિક ડાઇંગ – પ્રોસેસીંગ ઇન્ડસ્ટ્રીઝ ભીંસમાં આવી ગઇ છે. ડાઇંગ-પ્રોસેસીંગ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે, કેમિકલના ભાવમાં આશરે ૨૫ ટકાનો અને ડાઇઝના ભાવમાં ૬ થી ૧૦ ટકાનો વધારો થતાં જોબવર્કના ચાર્જમાં મિલોએ મિટરે ૭૫ પૈસાથી માંડી એક રૃપિયાનો વધારો આપી દીધો છે. કેમીકલ અને ડાઇઝના સપ્લાયરોએ તંગી ઉભી થવાની કાચી સામગ્રીના આ ભાવો વધાર્યા છે, એમ સૂત્રો જણાવે છે. વાસ્તવમાં તો ચીનથી ડાઇઝ અને કેમીકલની આયાતમાં કાપ આવતા ઘરઆંગણેના ઉત્પાદકોને ભાવવધારા કરવાની તક મળી છે. પ્રદૂષણની ગંભીર સમસ્યાઓ ઉભી થવાને કારણે ચીને દેશમાંના ઘણાં એકમો બંધ કરાવી દીધા હોવાથી, તેની સીધી અસર ભાવના રૃપમાં અહીં આવી છે. ડાઇંગ-પ્રોસેસીંગ એકમો દ્વારા ઉપયોગમાં લેવાતી બેઝીક કાચી સામગ્રી એવી કોસ્ટીંગ સોડા, એસેટીક એસીડ, પેરોકસાઇડના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY