સેલવાસના ઉદ્યોગપતિ પાસે રૂ.૫ લાખની ખંડણી માંગી : એક પકડાયો

0
56

સેલવાસના દાદરા ગામે રહેતા ઉદ્યોગ૫તિને ટેલિફોનથી રૂ.૫ લાખની ખંડણી નહીં ચૂકવે તો પરિવારના તમામ સભ્યોને ઓળખતો હોવાનું કહીને તેઓનું અપહરણ કરી જાનથી મારી નાંખવાની ધમકી મળતા પોલીસ દોડતી થઇ હતી. બે ટીમ બનાવી સર્વેલન્સ દ્વારા આરોપીને મહારાષ્ટ્રના સાક્રીથી ઝડપી લીધો હતો. અને એક સાગરિતની તલાશ આદરી છે. સેલવાસના દાદરા ગામે રહેતા કંપની માલિક વિરલ અશોકભાઈ શાહના મોબાઈલ પર તા.૬-૩-૨૦૧૮ના રોજ અજાણ્યા નંબર પરથી ફોન કરનારે રૂ.૫ લાખની ખંડણી માંગી હતી. ફોન કરનારે ધમકી આપી હતી કે, તમારા પરિવારના તમામ સભ્યોને હું ઓળખતો હોવાથી તેઓનું અપહરણ કરી જાનથી મારી નાંખીશ. ખંડણી અંગે ફોન આવતા શાહ પરિવાર ગભરાઈ ગયો હતો. અને તરત સેલવાસ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગંભીરતાથી હાથ ધરેલી તપાસમાં ફોન કરનારના નંબરના લોકેશન અને અન્ય કડીના આધારે બે જુદી-જુદી ટીમો કામે લગાડી હતી. સેલવાસ પોલીસના કે.બી.મહાજન અને ટીમે મહારાષ્ટ્રના સાક્રી પોલીસની મદદથી આરોપી અરૃણકુમાર કીલાસીંગ ચૌહાણ (ઉ.વ.૧૯, રહે. સાક્રી, મહારાષ્ટ્ર)ની ધરપકડ કરી સેલવાસ લાવ્ય હતા. પ્રાથમિક પૂછપરછમાં અન્ય એક આરોપીનું નામ ખુલતા પોલીસે તેને પકડવા કવાયત આદરી છે. વધુ માહિતી મેળવવાના આધાર પર અરૃણ ચૌહાણને કોર્ટમાં રજુ કરી પોલીસે પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આરોપી અગાઉ ઉદ્યોગપતિને ત્યાં કામ કરી ગયો હતો ઉદ્યોગપતિ પાસે ફોન પર રૂ. ૫ લાખની ખંડણીની માંગણી કરવાના કેસમાં પકડાયેલો અરૃણ ચૌહાણ અગાઉ વિરલ શાહની ફેકટરી અને બંગલા પર કામ કરી ગયો હતો. તે દરમિયાન વિરલ શાહના પરિવારથી પરિચિત હોય અને તેમની લાઈફ સ્ટાઈલ અંગે પણ જાણકારી હોવાથી તેણે પૈસા કમાવા માટે ફોન પર ખંડણીની માંગણી કરી ધાકધમકી આપી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY