વડાપ્રધાને તમિલનાડુમાં ભાજપ કાર્યકરોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધ્યા
દાયકાઓથી કોંગ્રેસ રક્ષાક્ષેત્રના દલાલો અને વચેટિયાઓને છાવરતી રહી
ચેન્નાઈ,તા.૧૦
દેશમાં લોકસભાની ચૂંટણીના પગલે માહોલ રાજકીય રંગે રંગાયેલો છે ત્યારે ૨૦૧૪ની સફળતાનું પુનરાવર્તન કરવા માટેના સમણા નરેન્દ્ર મોદી સેવી રહ્યા છે. જાકે વિધાનસભા ચૂંટણીમાં હિન્દી બેલ્ટમાં જારદાર ઝાટકો લાગ્યા બાદ વડાપ્રધાન મોદીએ દક્ષિણ ભારતના રાજ્યો પર પોતાની નજર જમાવી રાખી છે અને તેના ભાગરૂપે તામિલનાડુમાં ચૂંટણીના પાસા ફેંક્્યા છે. ભાજપના દિગજ્જ નેતા ગણાતા અટલ બિહારી વાજપેયીનું નામ લઈને તેમણે તામિલનાડુમાં રાજકીય પક્ષો તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો છે. આમાં ડીએમકે, એઆઈડીએમકે અને રજનીકાંતની પાર્ટીનો સમાવેશ થાય છે. ડીએમકે અને એઆઈડીએમકે અગાઉ પણ કેન્દ્રમાં ભાજપના સહયોગી રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તામિલનાડુમાં ભાજપ કાર્યકરોએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચર્ચા દરમિયાન જૂના સહયોગીઓ સાથે લાવવાનો સંકેત પણ આપ્યો. કાર્યકરો સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું કે રાજકીય પક્ષો માટે તેમના દરવાજા હંમેશા ખુલ્લા છે. તેમની પાર્ટી જૂના મિત્રોની કદર કરે છે. તેમણે જણાવ્યું કે અટલજી (અટલ બિહારી વાજપેયી) સફળ ગઠબંધનના રાજકારણની નવી સંસ્કૃતિ લઈને આવ્યા.
પીએમ મોદીએ ચૂંટણી પૂર્વે સંભવિત મહાગઠબંધનને રોકવા માટે સહયોગીઓને એકત્ર કરવાનો દાવ રમ્યો છે. તામિલનાડુમાં સત્તાપક્ષ એઆઈડીએમકે, અભિનેતા રજનીકાંતના પક્ષ અથવા ડીએમકે આ પૈકી કોઈની પણ સાથે ગઠબંધનની ચર્ચા અંગે પીએમે જણાવ્યું કે, ’૨૦ વર્ષ પૂર્વે, અટલજી ગઠબંધનના રાજકારણની નવી સંસ્કૃતિ લાવ્યા. ભાજપે હંમેશા અટલજીના માર્ગ પર જવાનું અનુસરણ કર્યું છે.
‘અમે જૂના સાથીઓની કદર કરીએ છે અને અમારા દરવાજા રાજકીય પક્ષો માટે હંમેશા ખુલ્લા છે પરંતુ રાજકીય મુદ્દાઓથી વધુ એક વિજયી ગઠબંધન ખરેખર લોકોની સાથે ગઠબંધન છે,’ તેમ પીએમે વધુમાં જણાવ્યું હતું. પીએમ મોદીએ જણાવ્યું કે, ‘દાયકાઓથી તેઓ (કોંગ્રેસ) રક્ષા ક્ષેત્રના દલાલો અને વચેટિયાઓને છાવરતી રહી. તાજેતરમાં જ એક વચેટિયાને (ક્રિશ્યન મિશેલ) પકડીને ભારત લાવવામાં આવ્યો છે. શું તમે જાણો છો કે તે વચેટિયો કોનો સગો થાય છે? આ વચેટિયો કોંગ્રેસના વર્તમાન ‘પ્રથમ પરિવાર’ની નજીક છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





