ચેન્નાઈ,તા.૧૭
સાઉથ ઈન્ડિયન ફિલ્મોના મશહૂર કોમેડિયન બ્રહ્માનન્દમને તેમના હેલ્થની તકલીફને કારણે હોસ્પિલમાં ખસેડવામાં આવ્યા છે. ૬૨ વર્ષના બ્રહ્માને ૧૩ જાન્યુઆરીના રોજ એએચઆઈ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે તેમને હ્રદયની બીમારી છે. જેને ઠીક કરવા માટે ૧૫ જાન્યુઆરીના રોજ બાયપાસ સર્જરી કરવામાં આવી હતી.
બ્રહ્માનન્દમની આ સર્જરી એશિયન હાર્ટ ઈન્સ્ટિટ્યૂટ મુંબઈમાં થઈ જેને મશહૂર હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડા.રમાકાંત પાડેએ કરી હતી. રવિવારે બ્રહ્માનન્દમે શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાની પરિવારજનોને માહિતી આપી હતી. જે પછી તેમને ફટાફટ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. ડાક્ટરોએ જણાવ્યું કે બ્રહ્મા જ્યારે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેમની હાલત ખરાબ હતી. તેમની તબિયત ક્રિટિકલ હતી જ્યારે તેમને અહીં લાવવામાં આવ્યા. હાલત બગડતા જ તેમને બાયપાસ સર્જરી કરવાની સલાહ આપવામાં આવી. ઘણા મેડિકલ ટેસ્ટ કર્યા બાદ મંગળવારે તેમની બાયપાસ સર્જરી કરવામાં આવી. હાલ તો ડાક્ટરોએ તેમને ઓબ્ઝર્વેશનમાં રાખેલા છે. જ્યાં તેમની હાલત સ્થિર બતાવવામાં આવી રહી છે. તેમના બંન્ને દિકરા સિદ્ધાર્થ અને ગૌતમ પણ હાલ હોસ્પિટલમાં ખડેપગે તેમની દેખરેખ રાખી રહ્યા છે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




