પેઇન્ટિંગમાં હિન્દુ ધર્મ સાથે જોડાયેલા ચિહ્નોને ખોટી રીતે રજૂ કરાયા : કાલેજે માફી માગી

0
6

ચેન્નાઇ,તા.૨૨
તમિલનાડુની રાજધાની ચેન્નઇની જાણીતી લોયલા કોલેજમાં એક પ્રદર્શન દરમિયાન કેટલીક પેઇન્ટિંગને લઇને વિવાદ થઇ ગયો હતો. રિપોટ્‌ર્સ મુજબ કોલેજન આ પ્રદર્શનમાં કેટલીક પેઇન્ટિંગને લઇને ગઇકાલે હિંન્દુવાદી સંગઠન અને ભારતીય જનતા પાર્ટીએ વિરોધ કર્યો હતો. ત્યાંજ ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઘણા નેતાઓએ આ કાર્યક્રમની નિંદા કરતા ૯૪ વર્ષ જૂની કોલેજ વિરુધ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. મામલા પર વિવાદ વધતો જાઇને કોલેજે આ પેન્ટીંગને હટાવી લીધી અને તેના માટે માફી પણ માંગી.
આ પેઇન્ટિંગમાં હિન્દુ ધર્મ સાથે જાડાયેલ પ્રતિક ચિન્હોને ખરાબ અને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આ પેઇન્ટિંગમાં ભાજપ તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ ખોટી રીતે ચિત્રિત કરવામાં આવ્યા હતા. જેના પર માફી માંગતા કોલેજે કહ્યું કે એ પેઇન્ટિંગને હટાવી લેવામાં આવી છે. પેઇન્ટિંગમાં ત્રિશુળને ખોટી રીતે બતાવવાના કારણે ભારતીય જનતા પાર્ટી અને અન્ય સંગઠનોએ વિરોધ કર્યો છે. ત્યાંજ એક પેઇન્ટિંગમાં ભારતમાતાને ‘મીટૂ’ પીડિતાના રુપમાં બતાવવામાં આવી હતી.
લોયલા કોલેજની તરફથી આપવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યુ કે, ‘ અમે અમારી ભૂલનો સ્વીકાર કરીએ છીએ અને તેનાથી જે દુખ પહોંચ્યુ છે તો તેના માટે ઇમાનદારીથી માફી માંગીએ છીએ. અમને ઘણુ દુઃખ છે કે ૧૯ અને ૨૦ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ આયોજિત એક સાંસ્કૃતિક કાર્યક્રમથી વિરુદ્ધ વિઝાનુ એક ખાસ ધાર્મિક સમૂહ, સામાજિક સંસ્થા, રાજનીતિક દળ અને દેશના નેતૃત્વ વિરુદ્ધ પ્રદર્શન માટે દુરુપયોગ કરવામાં આવ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY