આઈપીએલનાં પ્રથમ બે સપ્તાહનો કાર્યક્રમ જાહેર, ધોની-કોહલી વચ્ચે પ્રથમ જંગ

0
8

ચેન્નાઈ,તા.૧૯
ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઇ સુપર કિંગ્સ ૨૩ માર્ચે રોયલ ચેલેન્જર બેંગ્લોર સામે પોતાના ઘરઆંગણે ચેન્નાઇ ખાતે રમીને ઇન્ડિયન પ્રીમિયર લીગનો પ્રારંભ કરશે. આઈપીએલના પ્રથમ બે અઠવાડિયાનું જ શિડ્યુલ જાહેર થયું છે. લોકસભા ઈલેક્શનના લીધે આ શિડ્યુલ શરતોને આધીન છે એટલે કે તેમાં જરૂર પડે તો ફેરફાર થઇ શકે છે.
બીસીસીઆઈ ૨૦૧૯ના ઈલેક્શનની તારીખની રાહ જોઈ રહ્યું છે. તેમણે કહ્યું કે એક વાર તારીખ નક્કી થાય તે પછી બાકી સિઝનનું શિડ્યુલ બહાર પાડશે. અત્યારે જાહેર કરેલા શિડ્યુલ પ્રમાણે ૨૩ માર્ચથી ૫ એપ્રિલ દરમિયાન ૧૭ મેચ રમાશે. ૨૪, ૩૦ અને ૩૧મી તારીખે ડબલ હેડર એટલે કે બે મેચો રમાશે.
દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર આ દરમિયાન ૫-૫ મેચ રમશે જયારે અન્ય ટીમો ૪-૪ મેચ રમશે. દિલ્હી બે અઠવાડિયામાં ત્રણ હોમ ગેમ રમશે જયારે રોયલ ચેલેન્જર્સ ત્રણ અવે ગેમ રમશે. બીજી બધી ટીમો બે હોમ અને બે અવે ગેમ રમશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY