દુષ્કર્મ કેસના આરોપી ડોક્ટર દલાલનો સીમેન ટેસ્ટ કરાયો

0
5

વડોદરા,તા.૧૯
ફિઝિયોથેરાપિસ્ટ યુવતી સાથે દુષ્કર્મ આચરનાર અકોટાના ન્યૂરોસર્જન ડો. યશેષ દલાલને આજે સવારે ૭ વાગ્યે મુંબઇથી વડોદરા લવાયો હતો. ત્યારબાદ ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં ડોક્ટરનું મેડિકલ ચેક અપ કરવામાં આવ્યું હતું. જ્યાં ડોક્ટરનો સિમેન ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
ડો. યશેષ દલાલે ફિઝિયોથેરાપિસ્ટ યુવતીને કેરિયર ખરાબ કરવાની અને ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી હતી. યુવતીએ આખરે જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ પૂર્વે યુવતીને કોલ કરી આજીજી કરતો ડો. યશેષ દલાલ દુષ્કર્મની ફરિયાદ થયા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ૭ દિવસ સુધી ફરાર થઇ ગયેલો ડોક્ટર મુંબઇના માલાબાર હિલ સ્થિત દેવસૃષ્ટી એપાર્ટમેન્ટમાં તેના પિતરાઇ ઉપેન્દ્ર શેઠ ઘરે છૂપાયો હોવાથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડ્યો હતો. જ્યાંથી ડોક્ટરને ઝડપી પાડ્યો હતો. અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ રાત્રે ડોક્ટરે લઇને વડોદરા આવવા નીકળી ગઇ હતી.
વડોદરા ક્રાઇમ બ્રાંચ આરોપી ડોક્ટર યશેષ દલાલને વડોદરા કોર્ટમાં રજૂ કરાયો. જ્યાં પોલીસ ડોક્ટરના ૧૦ દિવસના રિમાન્ડ માંગ્યા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY