નવસારીમાં શનિ-રવિવારે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે

0
8

સો વર્ષથી વધુ વયના ૧૧૭ ઉમેદવાર
સુરત, તા.૨૨
નવસારી જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર ડૉ.એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને કલેકટરાલયના સભાખંડ ખાતે આગામી તા.૨૩ અને ૨૪ ફેબ્રુઆરીના રોજ મતદારયાદી કાર્યક્રમ-૨૦૧૯ ખાસ ઝુંબેશના આયોજન સંદર્ભે રાજકીય પક્ષોના પ્રતિનિધિ/મિડીયાકર્મીઓ સાથે પત્રકાર પરિષદ યોજાઇ હતી. બેઠકમાં જિલ્લાના રાજકીય પક્ષોના પ્રતિનિધિ તેમજ મિડીયાકર્મીઓ ઉપસ્થિત રહયાં હતાં.
બેઠકમાં જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર ડૉ.એમ.ડી.મોડિયાએ જણાવ્યું હતું કે આગામી તા.૨૩ મી ફેબ્રુઆરીના રોજ બપોરે ૧૨-૦૦ થી સાંજે ૫-૦૦ કલાક દરમિયાન અને તા.૨૪/૦૨/૨૦૧૯ ના રવિવારના રોજ સવારે ૧૦-૦૦ થી સાંજે ૫-૦૦ કલાક દરમિયાન જિલ્લાની તમામ વિધાનસભા મત વિસ્તારમાં પ્રત્યેક મતદાન મથક ખાતે બુથ લેવલ ઓફિસર ઉપસ્થિત રહેશે. જિલ્લામાં ૧૮ વર્ષ પુર્ણ કરેલ કોઇપણ મતદાર બાકી ન રહે એ માટે તા.૨૩ અને ૨૪ ના રોજ નામ નોંધણી કરી શકાશે. આ ઉપરાંત મતદાર યાદીમાં નામી કમી કરવા, ફોટો/વિગતો સુધારવા, સ્થળ ફેરફાર માટે ફોર્મ ભરી રજૂ કરી શકાશે. નિયત નમૂનામાં કોરા ફોર્મ્સ તમામ મતદાન મથક ખાતે બી.એલ.ઓ. પાસે ઉપલબ્ધ રહેશે.
નવસારી જિલ્લા ચુંટણી અધિકારી ડૉ.એમ.ડી.મોડિયાએ નવસારી જિલ્લામાં ૧૦૦ વર્ષથી વધુના ૧૧૭ મતદારો નોંધાયા છે. જેની ચાલુ વર્ષે ચકાસણી કરી મતદાન કરવા પ્રેરિત કરાશે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY