‘શું હું બોમ્બ સાથે મુસાફરી કરી શકું?’ ઈન્ડિગોએ મુસાફરને વિમાનમાંથી ઉતારી મુકિયો

0
13

ચેન્નાઇ,તા.૬
ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ વચ્ચે ‘હું બોમ્બ સાથે મુસાફરી કરી શકું?’ એવી કોમેન્ટ કરનાર એક પ્રવાસીને ઇન્ડિગોએ પોતાની ફ્લાઇટમાંથી ઉતારી મુકિયો હતો. હાલ દેશના દરેક એરપોર્ટને હાઇએલર્ટ પર રાખવામાં આવ્યા છે. આ દરમિયાન એક મુસાફરે સુરક્ષા ચેકઅપ દરમિયાન ‘બોમ્બ’ શબ્દોનો ઉલ્લેખ કર્યો હતો.
ચેન્નાઇ એરપોર્ટ ખાતે આ બનાવ બન્યો હતો. મુસાફરની ઓળખ એલેક્સ મૈથ્યૂ તરીકે કરવામાં આવી છે. મૈથ્યૂએ એરલાઇન સ્ટાફને કહ્યું હતું કે, “શું હું મારી બેગમાં બોમ્બ લઈને મુસાફરી કરી શકું? ઇન્ડિગો એરલાઇન તરફથી આ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી. એરલાઇનના જણાવ્યા પ્રમાણે ચેન્નાઇ એરપોર્ટ ખાતે સાંજે સાડા સાત વાગ્યે આ બનાવ બન્યો હતો. જ્યાં સુરક્ષાનું પ્રથમ સ્તર પાર કર્યા બાદ સેકન્ડરી લેડર પોઈન્ટ સિકિયોરિટી કરવામાં આવી રહ્યું હતું. આ ફ્લાઇટ કોચીનથી ભુવનેશ્વર જઈ રહી હતી.
ઉલ્લેખનીય છે કે સીઆઈએસએફ (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિકિયુંરિટી ફોર્સ) તરફથી સુરક્ષા ચેક બાદ એસએલપીસી(સેકન્ડરી લેડર પોઈન્ટ સિકિયોરિટી) કરવામાં આવે છે. આ સુરક્ષા એરલાઇનના અધિકારી કે કર્મીઓ તરફથી કરવામાં આવતું હોય છે. પેસેન્જર વિમાનમાં બેસે તેના પહેલા આ ચેકિંગ કરવામાં આવે છે. જરૂર જણાય તો આ દરમિયાન હેન્ડ બેગની પણ તપાસ કરવામાં આવી શકે છે.
આ બનાવ બાદ તાત્કાલિક કિવક રિસ્પોન્સ ટીમ, ડોગ સક્વોડ, બોમ્બ ડિટેક્શન ટીમ અને ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ ટીમ તરફથી મુસાફરની બેગની તપાસ કરવામાં આવી હતી. જોકે, તપાસ દરમિયાન કોઈ જ વાંધાજનક વસ્તુ મળી ન હતી. આ બનાવ બાદ મુસાફરને વિમાનમાં મુસાફરીની મંજૂરી આપવામાં આવી ન હતી અને નિયમ પ્રમાણે તેને સ્થાનિક પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY