બોલિવૂડને રાહત, દસ દિવસ કંગનાની બોલતી થશે બંધ

0
4

મુંબઈ,તા.૬
કંગના રનૌત તેના દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી’ની સક્સેસને માણી રહી છે. તેણે દસ દિવસ સુધી મૌન રહીને તેનો બર્થ ડે સેલિબ્રેટ કરવાનો નિર્ણય કર્યો છે. તે દસ દિવસના વેલનેસ કેમ્પ માટે કોઇમ્બતુર જશે કે જ્યાં તે ૨૩ માર્ચે તેના બર્થ ડે પહેલાં સંપૂર્ણપણે શાંત વાતાવરણમાં મેડિટેશન અને યોગ કરશે. આ કેમ્પ બાદ તે મનાલીમાં તેના ઘરે જશે કે જ્યાં તે તેના પરિવારની સાથે તેનો બર્થ ડે સેલિબ્રેટ કરશે.
કંગનાએ કહ્યું હતું કે, ‘દસ દિવસ સુધી ફોનથી દૂર રહેવું અને રોજ જ દસથી પંદર કલાક સુધી મેડિટેશન કરવું એ સરળ નહીં રહે.’ કંગના અવારનવાર બોલિવૂડની સેલિબ્રિટીઝ પર શાબ્દિક હુમલા કરતી રહે છે. તે દસ દિવસ માટે કેમ્પમાં જઈ રહી છે ત્યારે ચોક્કસ જ કરણ જોહર અને આલિયા ભટ્ટ સહિતની સેલિબ્રિટીઝે રાહતનો શ્વાસ લીધો હશે. કરણ જાહર તો કંગનાનો ફેવરિટ ટાર્ગેટ હોય એમ અવારનવાર આ એક્ટ્રેસ તેની વિરુદ્ધ બોલતી રહે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY