ચેન્નાઈ,તા.૧૩
ચેન્નાઇ પોલીસે એક એવી ટોળીને ઝડપી લીઘી હોવાનો દાવો કર્યો હતો જેના ટપોરીઓ સૂમસામ સડકો પર જઇ રહેલી એકલદોકલ યુવતીને કારમાં ખેંચી લઇને એના પર રેપ કરતા હતા અને એ રેપની વિડિયો ક્લીપ ઊતારીને ત્યારબાદ એ યુવતીને સતત બ્લેકમેલ કરતા હતા.
આ ટોળીએ ઓછામાં ઓછી પચાસ યુવતીઓ પર રેપ કર્યો હોવાનો પોલીસનો અંદાજ છે. ૧૯ વર્ષની એક યુવતી આ ટોળીનો શિકાર બની ત્યારબાદ આ ઘટના પોલીસના ધ્યાનમાં આવી હતી.
પોલીસની પૂછપરછ દરમિયાન આ ટોળીના ટપોરીઓએ એકરાર કર્યો હતો કે તેમણે આ રીતે કમ સે કમ પચાસ યુવતીઓ પર રેપની ફિલ્મ ઊતારી હતી.
ચેન્નાઇ પોલીસ કમિશનરે રાજ્યના ગૃહ ખાતાના સૂચનથી આ કેસ સીઆઇડીને સોંપ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



