જુનાગઢ,તા.૧૩
જૂનાગઢના ડોગ કેર હોસ્પિટલના ડોક્ટરે એક નવતર પ્રયોગ કર્યો છે. જેમાં કૂતરીને પણ બીજદાન કરી તેની સફળ ડીલેવરી કરાવી હતી. જૂનાગઢના એક ડોગ પાલકને તેનું લાબરાડોર ફીમેલ ડોગ મેલ ડોગ સાથે છેલ્લા પાંચ વર્ષથી મેટિંગ માટે તૈયાર થતું ન હતું, જેથી તેનો વારસો આગળ વધી શકે તેમ ન હતો. તેથી તેમણે જૂનાગઢના મિથુન ખટારીયા નામના ડોક્ટરનો સંપર્ક કર્યો હતો અને તેમણે તારીખ ૧૪ જાન્યુઆરીના રોજ કૃત્રિમ બીજદાન કર્યું હતું. જેના થકી તેમને લાબરાડોર ડોગ હનીની સફળ ડીલેવરી કરાવી હતી અને પાંચ ગલુડિયાઓનો જન્મ થયો હતો.
જૂનાગઢના ડો. મિથુન ખટારીયાના જણાવ્યા પ્રમાણે ગાય ભેંસ કે સ્ત્રીઓમાં બીજદાન સફળતાપૂર્વક થઇ શકે છે પરંતુ કુતરીઓમા કૃત્રિમ બીજદાન ખૂબ જ અઘરું છે. કારણકે કુતરાઓનો સ્વભાવ ચંચળ અને રમૂજી હોય છે જેથી તે સતત દોડાદોડી કરે છે. તેના કારણે બીજદાનમાં સફળતા મળતી નથી. લાબરા ડોર પિકુના સ્પર્મ લઈ હનીમા ઈન્જેકટ કરી સફળતાપૂર્વક બિજદાન પાર પાડ્યું છે અને તેમાં પણ કુતરીને ૫૮ દિવસ બાદ નોર્મલ ડિલિવરી થઈ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



