ચેન્નાઇ,તા.૪
પાકિસ્તાનનુ એફ ૧૬ વિમાન તોડી પાડનાર ભારતીય વાયુસેનાના જાંબાઝ મિગ ૨૧ પાયલોટ અભિનંદનના પિતા અને વાયુ સેનાના નિવૃત્ત એર માર્શલ સિમ્હાકુટ્ટી વર્થમાનનુ માનવુ છે કે, બાલાકોટ પરની એર સ્ટ્રાઈકમાં ૩૦૦ જેટલા આતંકવાદીઓનો ખાતમો થયો હશે.
એર માર્શલ સિમ્હાકુટ્ટીએ આઈઆઈટી ચેન્નાઈમાં વિદ્યાર્થીઓ સાથેની વાતીચીતમાં કહ્યું હતુ કે,વાયુસેનાએ ત્યારે હુમલો કર્યો હતો જ્યારે આતંકી ટ્રેનિંગ કેમ્પમાં મહત્તમ આતંકવાદીઓ હતા.શકીય છે કે સ્પાઈસ ૨૦૦૦ પ્રકારના બોમ્બના ઉપયોગથી બિલ્ડિંગને બહારથી નુકસાન નહી થયુ હોય પણ અંદર મોટી સંખ્યામાં આતંકીઓ માર્યા ગયા હશે.
જાકે તેમણે એમ પણ કહ્યું હતુ કે પાકના એફ ૧૬ વિમાનો અને તેની છસ્ઇછછસ્ મિસાઈલ ભારત માટે હકીકતમાં મોટો ખતરો છે.ભારતીય વાયુસેનાએ એરસ્ટ્રાઈક કરતી વખતે એફ ૧૬નુ ધ્યાન બીજે દોરવાનુ હતુ અને આ કામ સફળતાપૂર્વક પાર પડાયુ હતુ.વાયુસેનાએ સાત વિમાનોને બહાવલપુરની દિશામાં મોકલ્યા હતા જે જૈશ એ મહોમ્મદનુ હેડક્વાર્ટર છે.પાકને લાગ્યુ હતુ કે વાયુસેના બહાવલપુર પર હુમલો કરવાની છે.આથી તેણે એ દિશામાં એફ ૧૬ વિમાનો મોકલ્યા હતા.તે જ વખતે ભારતના બીજા વિમાનોએ બાલાકોટ પર હુમલો કરી દીધો હતો.
તેમણે કહ્યું હતુ કે, પાકિસ્તાન સાવધ હતુ અને તે જાણતુ હતુ કે ભારત હુમલો કરશે પણ તેમને કલ્પના નહોતી કે પાકની સીમામાં ઘુસીને ભારત એટેક કરશે.એર સ્ટ્રાઈક અંગે આ મારુ અનુમાન છે અને શકીય છે કે આ સાચુ ના પણ હોય.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



