બેંગ્લુરુ,તા.૩
કર્ણાટકના સમાજ કલ્યાણ મંત્રીએ આતંકી ઠેકાણાઓ પર કરવામાંમ આવેલી એર સ્ટ્રાઇક પર પ્રશ્નો ઉભા કર્યા છે. સમાજ કલ્યાણ મંત્રી પ્રિયંક ખડગેએ દાવો કર્યો હતો કે, પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ પર ભારતીય વાયુસેનાની કાર્યવાહી પ્રજાના મનમાં કોઇ ષડયંત્ર હોવાની શંકા ઉત્પન્ન કરે છે.
તેમણે જણાવ્યું હતું કે, પ્રજાની વચ્ચે આ કાર્યવાહી શંકા ઉત્પન્ન કરે છે કે કોઇ કાવતરું ઘડાયું છે. આ ૨૨ માટે ૪૪ની જેમ છે. તેમણે યેદિયુરપ્પાના નિવેદનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, યેદિયુરપ્પાના નિવદેનને ૨૨ બેઠક માટે ૪૪ની શહીદીની રીતે જાવું જાઇએ. પ્રિયંક ખડગેએ જણાવ્યું હતું કે, ૨-૩ દિવસ રાહ જુઓ હકીકત સામે આવી જશે. આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય મીડિયા શું કહી રહ્યું છે….. રક્ષા મંત્રીએ હજુ સુધી કોઇ નિવેદન આપ્યું નથી.
ઉલ્લેખનીય છે કે, યેદિયુરપ્પાએ ૨૮ ફેબ્રુઆરીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ પર અચાનક કરાયેલા હુમલાથી પીએમ મોદીના પક્ષમાં લહેર બની છે અને આનાથી પાર્ટીને આગામી લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં ૨૮માંથી ૨૨ બેઠકો પ્રાપ્ત કરવામાં મદદ મળશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



