
ચેન્નાઈ,તા.૧૦
આઈપીએલની ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમના ફાસ્ટ બોલર દીપક ચહરે આ સ્પર્ધાના ઈતિહાસમાં સૌથી વધારે ડોટ બોલ ફેંકવાનો વિક્રમ પોતાને નામે કર્યો છે.
જમણેરી ફાસ્ટ બોલર ચહરે મંગળવારે અહીં કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં રમતી વખતે આઈપીએલના એક જ દાવમાં સૌથી વધુ ડોટ બોલ ફેંકવાનો નવો વિક્રમ સર્જ્યો છે. ચહરે મંગળવારની મેચમાં ૨૦ ડોટ બોલ ફેંક્્યા હતા.
આ પહેલાં, આઈપીએલની એક જ મેચમાં સૌથી વધારે ડોટ બોલ ફેંકવાનો વિક્રમ રાશિદ ખાન અને અંકિત રાજપૂતના નામે હતો, જેમણે ૧૮-૧૮ બોલમાં એકેય રન આપ્યો નહોતો.
૨૬ વર્ષના ચહરે મોટી કમાલ તો ત્યારે કરી જ્યારે એણે કોલકાતાના દાવની ૧૯મી અને પોતાની આખરી ઓવરમાં પાંચ ડોટ બોલ ફેક્યા હતા. એ કોલકાતાના બિગ-હિટર આન્દ્રે રસેલને પણ નિયંત્રણમાં રાખવામાં સફળ થયો હતો.
ચહરના બોલિંગ પરફોર્મન્સને કારણે કોલકાતાની ટીમ ૨૦ ઓવરમાં ૯ વિકેટના ભોગે માત્ર ૧૦૮ રન કરી શકી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



