૨૦૧૯ માં ફરી વાર દેશના વિકાસને સમર્પિત ભાજપાની સરકાર બનશે – વિનોદ ચાવડા
માળીયા અને મોરબી તાલુકામાં ભાજપ લોકસભા ઉમેદવાર વિનોદ ચાવડા દ્વારા લોક સંપર્ક કરવામાં આવેલ હતો,ત્યારે વર્તમાન સાંસદ અને ૧૭ મી લોકસભા માટે ૧ – કચ્છના ભાજપના ઉમેદવાર વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે, કોંગ્રેસ રાહ પક્ષોને તોડવાનો છે. અમારો રસ્તો હદયોને જોડવાનો છે. એન.ડી.એ. કેન્દ્ર સરકારે દેશના વિકાસ અને જન કલ્યાણ માટે લગભગ ૧૨૯ જેટલી યોજનાઓ અમલમાં લાવેલ છે.જેનો લાભ નાનામાં નાના માનવીઓને મળે માટે ભાજપાના દરેક સાંસદો કાર્યરત છે.અમે દરેક ક્ષેત્રમાં કાર્ય સંસ્કૃતિમાં અભૂતપૂર્વ બદલાવ કરી ‘નવી ઉર્જા – નવી ગતિ’નો રાહ પસંદ કરેલ છે.તેમ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું.
ગુજરાત રાજય મંત્રી વાસણભાઈ આહિરે ઉદબોધનમાં કહ્યું હતું કે, આપણા જનજનના નાયક મોદીજી એક ભારત શ્રેષ્ઠ ભારતની વાત કરી ક્ષેત્રિય અસ્મિતાઓ અને આકાંક્ષાઓની પુર્તિ માટે પૂરતી જોગવાઈ કરી છે. સામાન્ય શ્રેણીના ગરીબ યુવાનોને શિક્ષણ અને સરકારી નોકરીઓમાં ૧૦% આરક્ષણ આપી નવા ભારતના આત્મવિશ્વાસને આગળ વધાર્યો છે.માટે આપણે મજબૂર નહીં પણ મજબુત સરકાર આપવા ભાજપાના કમળને ખીલવવાનો છે.
મોરબીના માજી ધારાસભ્ય કાન્તિભાઈ અમૃતિયાએ કાર્યકરતાઓ અને જનતા જનાર્દનને ૨૦૧૯ માં ફરીથી નરેન્દ્રભાઇ મોદીજીના નેતૃત્વમાં ભારતીય જાણતા પાર્ટીની પૂર્ણ બહુમત વાળી સરકાર બને માટેનો સંકલ્પ લેવાનો આહ્વાન કરેલા.
મોરબી – માળીયા તાલુકાનાં માળીયા, સોનગઢ, સરવડ, ખાખરેચી, મોટા દહીસરા, પ્રવાસમાં વિનોદભાઇ ચાવડા સાથે નિલેષ સંઘાણી,ભૂપત સાણજા, અનિલ મોરડીયા,વિપુલ સુરાણી, અચુભાઇ ગઢવી,મનોજ સાણજા,શાંતિલાલ સુરાણી, માદેવ અમૃતિયા,શાંતિલાલ મોરડીયા,મનસુધ સંધાણી, રતિલાલ પાંચાસરા,સવજી સાણજા,રમેશ મોરડીયા,ચંદુલાલ સંધાણી,સાવજી સંધાણી, નરભેરામ કાચરોલા,નિલેષ પટેલ, વિપુલ પટેલ,પ્રદીપભાઈ પટેલ, મનોજ પટેલ,ભાવિક મારાજ, મનુભાઈ કૈલા,રમેશભાઈ, જેન્તિભાઇ,જયરામ કૈલા વિગેરે સાથે રહ્યા હતા.
ગૌતમ બુચિયા
પત્રકાર કચ્છ
૯૭૧૪૦૬૫૪૦૫
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




