રાજપીપલા: નર્મદા જિલ્લા માં ઘણા સમય થી ઝેરી દવા પી જીવન નો અંત આણવાની ઘટના વધી રહી છે એ ચીંતાજનક છે ત્યારે ગતરોજ રવિવારે નાંદોદ અને તિલકવાડા તાલુકામાં બે યુવતીઓ એ કોઈક કારણોસર ઝેરી દવા પી જતા મોત થયું હતું
પ્રાપ્ત વિગતોઅનુસાર નાંદોદ તાલુકાના જુનારાજ ગામની હસીનાબેન રોહિતભાઈ વસાવા (19) એ પોતે પોતાના ઘરમાં કોઈ કારણસર ઝેરી દવા પી લેતા અને તાત્કાલિક રાજપીપલા સિવિલ માં ખસેડાઇ હતી ત્યાર બાદ વધુ સારવાર માટે વડોદરા લઈ જતા પોઇચા પાસેજ રસ્તા માં એનું મોત થયું હતું
જયારે બીજી આવીજ ઘટના તિલકવાડા તાલુકામાં બની જેમાં તિલકવાડા ના સુરવા ગામની પાયલબેન વિઠ્ઠલભાઈ તડવી (20) નામની યુવતીએ પણ કોઈક કારણોસર પોતે પોતાના ઘરમાં ઝેરી દવા પી લેતા તાત્કાલિક ડભોઈ પ્રમુખ સ્વામી હોસ્પિટલ માં દાખલ કરતા સારવાર દરમિયાન તેનું મોત થતા રવિવારે નર્મદા જિલ્લા માં બે યુવતીઓના ઝેરી દવા પીવાથી મોત થયા હતા બંને બનાવોમાં પોલીસે તપાસ હાથ ધરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ.મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



