એન્જિનમાં તણખા થતા સિંગાપોર જઇ રહેલ વિમાનનું ચેન્નાઇ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ

0
14

ચેન્નાઇ,તા.૨૦
તિરુચિરાપલ્લીથી સિંગાપોર જતી એક ફ્લાઈટનું ચેન્નાઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. ફ્લાઈટમાં ૧૭૦ યાત્રીઓ હતા, જે દરેક સુરક્ષીત છે. ફ્લાઈટે સોમવારે સવારે તિરુચિરાપલ્લીથી ઉડાન ભરી હતી. તેની થોડી વાર પછી પ્લેનના એન્જિનમાંથી તણખા નીકળવા લાગ્યા હતા. જેને પાયલટે જાયા હતા. ચેન્નાઈ એરપોર્ટ ઓથોરિટી સાથે સંપર્ક કર્યા પછી પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે વિમાન એરપોર્ટ પર સુરક્ષીત લેન્ડ કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન કોઈ ઘાયલ નથી થયું. દરેક ૧૭૦ યાત્રીઓને સુરક્ષીત બહાર કાઢવામાં આવ્યા છે.
અધિકારીઓએ જણાવ્યું કે, ટેક્નીશિયન વિમાનમાં આવેલી ખામીનું કારણ શોધી રહ્યા છે. લેન્ડિંગ દરમિયાન ચેન્નાઈ એરપોર્ટ પર ફાયર બ્રિગેડને પણ તૈયાર રાખવામાં આવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY