સુરત જિલ્લા કલેક્ટર કચેરીમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ

0
12

ઉમેદવારી નોંધાવવા એક જ સ્થળે એક જ સમયે બન્ને પક્ષના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડતા સામાન્ય બાબતમાં મામલો બિચક્યો
સુરત, તા.૪
આજે બપોરે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી કરવાના અંતિમ દિવસે બન્ને મુખ્ય રાજકીય પક્ષના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહેતા અને વાહન પાર્ક કરવાની સામાન્ય બાબતે ઘર્ષણ થતા મામલો ઉગ્ર બન્યો હતો.
ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે છુટાહાથની મારામારી થતા મહિલા કોર્પોરેટના કપડા ફાટી ગયા હતા. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.
સુરત જિલ્લા સેવા સદન ખાતે આજે બપોરે કોંગ્રેસના ઉમેદવાર અશોક પટેલ અને ભાજપના ઉમેદવાર દર્શના જરદોશ ઉમેદવારી નોંધવા માટે મોટી સંખ્યામાં કાર્યકરો, સમર્થકો સાથે હાજર રહ્ના હતા. રસ્તા ઉપર પાર્ક કરેલ કોંગ્રેસની ગાડીઓને પોલીસ દ્વારા ખસેડવાની વાત કરી હતી.
ભાજપના કાર્યકરોના વાહનો પણ રસ્તામાં પાર્ક કર્યા હતા. જે પોલીસ ખસેડતી ન હતી. આ અંગે કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે જીભાજોડી બાદ મોટો હોબાળો થયો હતો. કાર્યકરો વચ્ચે છુટા હાથની મારામારી થઈ હતી. આ દરમિયાન કોંગ્રેસની મહિલા કોર્પોરેટર કપિલા પટેલના કપડા ફાડવામાં આવ્યા હતા. જ્યારે મેઘના પટેલને માથામાં ઈજા થઈ હતી. આ પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસને હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. પરિસ્થિતિ થાળેવ પાડવા માટે કોંગ્રેસના નેતા સિનીયર નેતાઓએ તેમજ ભાજપના આગેવાન સી.આર. પાટીલ અને નીતિનભાઈ ભજીયાવાલાએ કાર્યકરોને સમજાવીને મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો. આખરે પોલીસ કોર્પોરેટર કપિલા પટેલને ઉમરા પોલીસ મથકે લઈ ગઈ હતી. સારવાર માટે કપિલા પટેલ, મેઘના પટેલ સહિત ઘાયલ મહિલા કાર્યકર્તાઓને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. એમએલસી કેસ થયા બાદ તબીબનો સર્ટીફિકેટ મેળવી પોલીસ ફરિયાદ નોîધાવાઈ તેવી પ્રબળ શક્યતા છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY